ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામમાં પોલીસ ફ્લેગ ડી ની ઉજવણી બાદ પોલીસ સંભારણા દિવસની કરાઈ ઉજવણી - પોલીસ ફ્લેગ ડે

21થી 31 ઓક્ટોબર દરમિયાન પોલીસ ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં ગોલવાડી દરવાજા પાસે આવેલી પોલીસ ચોકી પાસે પોલીસ સંભારણા દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

મં
વિરમગામ પોલીસ યુનિટી રન કરીને પોલીસ સંભારણા દિવસ ઊજવ્યો

By

Published : Oct 31, 2020, 2:29 PM IST

  • પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં 5 ઓક્ટોબરે મીટિંગ મળી હતી
  • વિવિધ કેટેગરી દરેક જિલ્લામાં યુનિટી રન યોજવા સૂચના અપાઈ હતી
  • વિરમગામ ખાતે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી

વિરમગામઃ વિરમગામ પોલીસે પણ 21થી 31 ઓક્ટોબર સુધી યુનિટી રનનું આયોજન કર્યું હતું. પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસાર, વિવિધ કેટેગરીમાં દરેક શહેર-જિલ્લા ખાતે યુનિટી રન યોજાઈ હતી.

આથી વિરમગામ પોલીસે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનની હદમાં ભીડભાડવાળી જગ્યાએ સંગીત સુરાવલીના કાર્યક્રમ અને હેડ ક્વાર્ટર ખાતે બેન્ડથી કાર્યક્રમ યોજાયા હતા. થાણા ઈન્ચાર્જ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું. વિરમગામ ગોલવાડી દરવાજા પાસે આવેલી પોલીસ ચોકીની પાસે બેન્ડથી સંગીત સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details