- પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ધંધુકા પોલીસે કાર્યક્રમો યોજ્યા
- ધંધુકા પીઆઈએ શહીદ પોલીસ જવાનોના પરિવારની કરી મુલાકાત
- દોડ સહિત ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ
- 1થી 3 ક્રમાંકે આવનારા સ્પર્ધકોને ઈનામથી કરાયા સન્માનિત
- શહીદ પોલીસ જવાનોની યાદમાં શાળામાં મૂકાયા ફોટા
ધંધુકાઃ પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ધંધુકા પોલીસે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રન ફોર યુનિટી, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. પોલીસના જવાનોએ રન ફોર યુનિટી હેઠળ 5 કિમીની દોડ કરી હતી. ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય. બી. ગોહિલે ધંધુકાના રોજકા ગામમાં શહીદ થયેલા અર્જુનસિંહ કિરીટસિંહ વાળાના પરિવારને મુલાકાત લીધી હતી અને જે-તે શાળામાં શહીદ જવાનની યાદમાં સ્મૃતિ ચિહ્નરૂપે ફોટા મૂકવામાં આવ્યા છે. જ્યારે ધોલેરા તાલુકાના સાંઢિડા ગામના શહીદ જવાન શાંતુભા બાલુભા ચુડાસમા આસિસ્ટન્ટ પીએસઆઈ તરીકે અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. તેઓ પણ શહીદ થયા હતા. ધંધુકા પીઆઈએ તેમના પરિવારની પણ મુલાકાત લીધી હતી. આ સાથે શહીદ જવાનની યાદમાં ફોટો મૂકવામાં આવ્યો હતો.
દોડમાં પોલીસ સ્ટાફ સહિત કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા