અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોઈ પણ મતદાર મતદાન વગર રહી ન જાય તે માટે ગુજરાત ચૂંટણી પંચે (Election Commission of gujarat) વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારે ચૂંટણીની ફરજમાં કાર્યરત્ પોલીસ જવાનો પણ મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં (Ahmedabad District Election System) આવે છે. આ જ રીતે અમદાવાદમાં શુક્રવારે ચૂંટણી ફરજમાં કાર્યરત્ 9,908 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી (police jawan postal ballet voting in Ahmedabad) મતદાન કર્યું હતું.
અમદાવાદની 21 બેઠકો માટે 9908 પોલીસ જવાનોએ કર્યું મતદાન - અમદાવાદ પોલીસ હેડ કવાર્ટર
અમદાવાદમાં ચૂંટણીની ફરજમાં કાર્યરત્ પોલીસ જવાનોએ શુક્રવારે પોસ્ટલ બેેલેટથી મતદાન કર્યું હતું. આ માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રએ (Ahmedabad District Election System) પોસ્ટલ બેલેટ મતદાનની (police jawan postal ballet voting in Ahmedabad) વિશેષ વ્યવસ્થા કરી હતી.
5 સેન્ટર ઊભા કરાયા ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચે (Election Commission of gujarat) કરેલી સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી (Special Polling Facility) અંતર્ગત પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગ (Ahmedabad District Election System) માટે અલાયદા 5 સેન્ટર પર પોલીસકર્મીઓ માટે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી.
આ જગ્યાએ કરાયું મતદાન અમદાવાદમાં પોલીસ હેડ કવાર્ટર (Ahmedabad Police Head Quarters), શાહીબાગ, કૃષ્ણનગર એસ.આર.પી. ગ્રાઉન્ડ, મકરબા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ધોળકા, ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 21 વિધાનસભા વિસ્તાર માટે અમદાવાદ જિલ્લામાં 5 કેન્દ્રોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો (police jawan postal ballet voting in Ahmedabad) માહોલ જોવા મળ્યો હતો.