ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News: મકરબામાં વૃદ્ધ દંપતી સાતમા માળે લોહી લુહાણ હાલતમાં મળ્યા, પત્નીનું મૃત્યુ

અમદાવાદના મકરબામાં એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ (suicide case in Ahmedabad) કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. વૃદ્ધ દંપતીએ પોતાના ભત્રીજાને સુસાઈટનો મેસેજ મોકલી આત્મહત્યાનો પ્રયાર કર્યો હતો. જેમાં પત્નીનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે પતિ સારવાર હેઠળ હોવાના વિગતો મળી રહી છે. (Makarba Elderly couple suicide case)

Ahmedabad News: મકરબામાં વૃદ્ધ દંપતી સાતમા માળે લોહી લુહાણ હાલતમાં મળ્યા, પત્નીનું મૃત્યુ
Ahmedabad News: મકરબામાં વૃદ્ધ દંપતી સાતમા માળે લોહી લુહાણ હાલતમાં મળ્યા, પત્નીનું મૃત્યુ

By

Published : Jan 21, 2023, 3:43 PM IST

ભત્રીજાને સુસાઈડ મેસેજ કરીને વૃદ્ધ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ : શહેરના મકરબામાં કોર્પોરેટ રોડ પાસે ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. જેમાં પત્નીનું મૃત્યુ જ્યારે પતિને હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. આત્મહત્યા કરતા પહેલા દંપતીએ આત્મહત્યાને લઈને મેસેજ કર્યો હતો. આ એક વર્ષ પહેલાં જ અમેરિકાથી અમદાવાદ આવેલા દંપતીના આત્મહત્યા કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

શું હતો સમગ્ર મામલો : મકરબા પાસે આવેલા ઓર્ચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતીએ પોતાના હાથ અને ગળામાં ગંભીર ઇજા પહોંચાડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતા સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે FSL અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :Vipul suicide cases: વડોદરામાં યુવકની આત્મહત્યા કેસમાં નિષ્પક્ષ તપાસની માંગણી સાથે કલેક્ટરને આવેદન

સુસાઇડ લખેલો મેસેજ : વહેલી સવારે એક વૃદ્ધ દંપતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ફ્લેટના સાતમા માળે પહોંચી ત્યારે કિરણભાઈ અને તેમના પત્ની ઉષાબેન લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસ તપાસ કરતા આ દંપતીએ આત્મહત્યા કરતા પહેલા પોતાના ભત્રીજા અને પારિવારિક ડોક્ટરને સુસાઇડ લખેલો વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. સવારે 7 વાગે મેસેજ મળતા ભત્રીજાએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગ ધટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : Death By Suicide in Surat : સુરતમાં એન્જીનિયરિંગ વિદ્યાર્થિનીની આત્મહત્યા

આત્મહત્યા પાછળનું કારણ : ફ્લેટનો દરવાજો બંધ હોવાથી દરવાજો તોડી તપાસ કરતા દંપતી લોહી લુહાણ હાલતમાં હતા. જેથી બન્ને હોસ્પિટલમાં ખસેડાયા હતાં, જયાં ઉષાબેન મૃત્યુ નીપજ્યું અને કિરણભાઈને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. વૃદ્ધ દંપતિ અમેરિકાથી અમદાવાદ આવ્યા બાદ પ્રહલાદનગર રહેતા હતા અને ચાર મહિનાથી ઓર્ચીડ એક્ઝેટીકામાં રહેવા આવ્યા હતા. આ વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા અને તેમને કોઈ સંતાન ન હતું. આ દંપતીના આત્મહત્યા પાછળ શું કારણ છે જેને લઈને પોલીસે પરિવારના નિવેદન અને કોલ ડિટેઇલન્સની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details