વાહનો ચોરી કરી બોગસ RC બુક બનાવી વેચી દેવાનો પ્લાન બનાવનાર ગેંગ ઝડપાઈ અમદાવાદ : શહેરમાં વાહનોની ચોરી કરી તેની બોગસ RC બુક બનાવી બારોબાર વેચી (bikes stealing Gang in Ahmedabad) નાખતી ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. ગેંગના શખ્સોની પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકતો સામે આવી છે. કાગડાપીઠ પોલીસને માહિતી મળી હતી કે, કાંકરિયા રોડ પર અણુવ્રત સર્કલ પાસે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર લઇને પસાર થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે તેને રોકતા તેની પાસેથી વિદેશી બનાવટી પિસ્ટલ, 10 કારતુસ તેમજ છરી મળી આવી હતી. જોકે તેની વધુ પુછપરછ કરતાં બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો. (Ahmedabad Crime News)
આ પણ વાંચોસબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 500 કરોડના કૌભાંડનો આક્ષેપ, કલેક્ટર કહ્યું તપાસ કરાવીશું
પૈસા કમાવવા શોર્ટકટમળતી માહિતી મુજબ આ ગેંગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તાર જેવા કે કાગડાપીઠ, મણીનગર, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતા હતા. બાઈકની ડુપ્લીકેટ ચાવીઓ બનાવી બાઈક ચોરી કરી હતી. પોલીસે આ બાઈક ચોર ગેંગ પાસેથી 7 જેટલા બાઈક કબજે કર્યા છે. સાથે જ 7 જેટલી નકલી RC બુક પણ મળી આવી હતી. બાઈક ચોર ગેંગનો આરોપી શૈલેષકુમાર ઉર્ફે લાલો વ્યાસ ગેરકાયદેસર હથિયાર સાથે નીકળ્યો હતો અને તેની પાસેથી જ છરી અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે શૈલેષની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેનો મિત્ર પ્રદીપ અને ચિરાગસિંહ ત્રણેય બાઈક ચોરી કરતા હતા. ત્રણેય મિત્રો આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાથી બાઈક ચોરી કરી પૈસા કમાવવા શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. (Bike theft case in Ahmedabad)
આ પણ વાંચોતસ્કરોને પકડવા પોલીસે કમર કસી, 21 બાઈક ચોરીનો ઉકેલાયો ભેદ
ડુપ્લીકેટ RC બુક બનાવવા બાઈક ચોર ગેંગે 7 જેટલી બાઈક ચોરી તેને વેચીને પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે આરોપી પ્રદીપ લોટલાએ ઓનલાઇન એમેઝોન એપમાંથી ડુપ્લીકેટ RC (Created bogus RC book) બુક બનાવવા માટે પ્લેન ચીપ કાર્ડ મંગાવી પોતાના મોબાઇલમાં પિક્સેલ લેબ એપ્લિકેશન દ્વારા એડિટ કરી RC બુક બનાવી હતી. હાલ તો પોલીસે ત્રણેય બાઇક ચોરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શૈલેષ પાસેથી મળેલું ગેરકાયદેસર હથિયાર પણ તે પોતાના શોખ માટે લઈ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાઈક ચોર ગેંગ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ કે હજી પણ કેટલા બાઈક ચોરી કર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. (Making bogus RC books and selling bikes)