ગુજરાત

gujarat

ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમનું લોકર પોલીસે ગેસ કટરથી તોડવું પડ્યુ, દાગીના અને મોબાઈલ મળી આવ્યા - latest news nityanand case

અમદાવાદ: વિવાદિત નિત્યાનંદ આશ્રમ કેસમાં સંચાલિકાઓની ધરપકડ બાદ પોલીસે આશ્રમમાંથી મળેલાં ડિઝિટલ લોકરનો પાસર્વડ માગ્યો હતો. પરંતુ સંચાલિકાએ પાસવર્ડ આપવાની ના પાડી હતી. ત્યારબાદ પોલીસે ગેસ કટરથી લોકરથી તોડ્યું હતું.  જેમાંથી દાગીના અને 6 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ FSL માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

નિત્યાનંદ આશ્રમ કેસ

By

Published : Nov 25, 2019, 11:02 AM IST

શહેરના હાથીજણ પાસે આવેલાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગૂમ થવાને મામલે SITએ તપાસ કરાઈ હતી. જેમાં બે બાળકને આશ્રમમાં ગોંધી રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે પોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્વની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે પ્રાણપ્રિયાના રૂમમાંથી મળેલું ડિઝિટલ લોકર કબજે કર્યુ હતું. જેના પાસવર્ડ અંગે પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ પોલીસે લોકર તોડી નાખ્યું હતું. જેમાંથી રૂપિયા 1,169ના દાગીના અને 6 મોબાઈલ મળી આવ્યાં હતા. આ તમામ વસ્તુઓને પોલીસે FSL તપાસ માટે મોકલી આપી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details