ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં BSF સાથે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ - કોરોના રેડ ઝોન

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેને લઈને તંત્ર સજ્જ થયું છે અને 15મે સુધી સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકો લૉકડાઉનનું પાલન કરે તે માટે કેન્દ્ર સરકારની BSFની ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે.

અમદાવાદ શહેરના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં BSF સાથે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
અમદાવાદ શહેરના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં BSF સાથે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

By

Published : May 7, 2020, 8:05 PM IST

અમદાવાદઃ શહેરમાં લોકો લૉકડાઉનનું પાલન કરે તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત SRP, CISFની ટીમ તો શહેરમાં તહેનાત હતી. પરંતુ હવે BSFની ટીમ પણ શહેરમાં આવી પહોંચી છે. 400 જેટલા BSFના જવાનો અમદાવાદ આવી પહોંચ્યાં છે. તમામ દ્વારા શહેર પોલીસ સાથે રહીને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ADGP શમશેરસિંઘ, સ્પેશિયલ કમિશનર અજય તોમર, તમામ ઝોનના ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, ATS ટીમ સહિત સ્થાનિક પોલીસ પણ હાજર રહ્યા હતા.

અમદાવાદ શહેરના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં BSF સાથે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

શહેરના તમામ કન્ટેઈનમેન્ટ વિસ્તાર જેવાકે દરિયાપુર,કાલુપુર, ખાડિયા સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.આ ફ્લેગ માર્ચ યોજવાનો હેતુ એ હતો કે લોકો ઘરમાં રહે લૉક ડાઉનનું પાલન કરે જેથી કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકે. બહારથી આવેલ તમામ ટીમ હવે અમદાવાદના અલગ અલગ કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ડિપ્લોય કરવામાં આવશે અને લોકોને ચુસ્તપણે લૉક ડાઉનનું પાલન કરાવશે.

ABOUT THE AUTHOR

...view details