અમદાવાદ : ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ (Ahmedabad Rape Case) અને છેડતીની ઘટના દિવસેને દિવસે વધી જાય છે. ત્યારે અમદાવાદમાં ભાડા પેટે રહેતા અનેક પરિવારો માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો હતો. શહેરના અસલાલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે મકાન માલિકના દીકરાએ 13 વર્ષની માસૂમ દીકરી (Rape with Mirror Girls in Ahmedabad) પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ પણ વાંચો :Vadodara Rape Case: નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત
સગીરા બૂમાબૂમ કરતી રહી
મકાન માલિકના દીકરાએ ફોન ચાર્જિંગમાં મૂકવાનું બહાનું (Landlord Raped the Mirror Girls) બનાવી ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેથી એકલતાનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અંદરથી મકાન બંધ કરીને સગીરાના હાથ-પગ બાંધી દીધા હતા. જોકે સગીરા બચવા માટે બુમાબુમ (Ahmedabad Rape Case) કરતી રહી, પરંતુ કોઈ તેની મદદે આવ્યું ન હતું.
આ પણ વાંચો :Misdemeanor incident in Surat: 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો
દરવાજો ખકડાવતા આરોપી ફરાર
જ્યારે તેનો ભાઈ બપોરના સમયે પાછો આવ્યો હતો, ત્યારે તેણે દરવાજો ખકડાવતા આરોપી દરવાજો ખોલીને ફરાર થઈ ગયો હતો. જે બાદ બહેનની સ્થિતિ જોઈને તેણે માતા-પિતાને ફોન કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાના માતા-પિતાએ (Rape Crime Case in Ahmedabad) આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.