ગુજરાત

gujarat

ETV Bharat / state

દંડની જોગવાઈને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ - વાહન ચેકિંગ

અમદાવાદઃ દેશભરમાં જે રીતે ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડમાં નવા ફેરફાર કરવામાં આવી રહ્યો છે તેને લઇને હોબાળો મચ્યો છે. કેટલાક લોકો આ દંડની જોગવાઇની તરફેણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ જોગવાઇનો વિરોધ પણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 16 સપ્ટેમ્બરતી નવો નિયમ લાગુ થવા જઇ રહ્યો છે તે અગાઉ જ વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે દંડને લઇને ઘર્ષણ ન થાય તે માટે અમદાવાદ ઝોન-5 DCP દ્વારા અધિકારીઓની હાજરીમાં પોલીસકર્મીઓને પાઠવવામાં ભણાવવામાં આવ્યો હતો.

દંડની જોગવાઈને લઈને પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ કટિબદ્ધ

By

Published : Sep 14, 2019, 11:27 PM IST

આ ઉપરાંત DCP અક્ષય રાજ મકવાણા દ્વારા ઝોન-5ના તમામ પોલીસ કર્મીઓને હાજર રાખીને ખાસ તાલીમ આપવામાં આવી હતી. વધુ માહિતી મુજબ પોલીસનું કહેવું છે કે, લોકો પાસેથી મોટી માત્રામાં દંડ વસુલ કરવું ખૂબ જ અઘરૂં છે, જેના લીધે ઘર્ષણની શક્યતાઓને નકારી શકાય નહીં. જેથી ડીસીપી દ્વારા પોલીસકર્મીઓ માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી દ્વારા તમામ પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ પોલીસ કર્મચારીએ વાહનચાલકો સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં,એટલું જ નહીં તેમને ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપી, વાહન ચાલકો સાથે શાંતિપૂર્ણ રીતે જ વાત કરવી અને જો વાહન ચાલક કોઈ કારણે ઉશ્કેરાઇ જાય તો પોલીસે ઘર્ષણમાં ઉતારવાને બદલે કંટ્રોલ રૂમમાં જાણ કરવું અને કાયદેસરની કાર્યવાહી કરવી.

દંડની જોગવાઈને લઈને પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ કટિબદ્ધ

આ ઉપરાંત ડિસિપાએ એમ પણ જણાવ્યું હતું કે, જે લોકો વાહન ચેકિંગ કરે છે તેમની પાસે પણ પોતાને વાહનોના જરૂરી પુરાવા હોવા જોઈએ. પોલીસ કર્મચારીઓ પાસે જરૂરી કાગળો નહીં હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને સામાન્ય નાગરિક પણ પોલીસના વાહનના પુરાવા માગી શકશે જે પોલીસકર્મીએ બતાવવા પણ પડશે.

ABOUT THE AUTHOR

...view details