ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું, નાતાલના તહેવાર પર 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે - નાતાલના તહેવાર

અમદાવાદ: નાતાલના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. અમદાવાદમાં પણ લોકોએ ફટાકડા ફોડીને નાતાલની ઉજવણી કરતા હોય છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 31મી ડિસેમ્બર રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.

POLIce
ગુજરાત

By

Published : Dec 25, 2019, 1:23 PM IST

સીરિઝમાં જોડાયેલા ફટાકડા, અવાજ અને ઘન કચરાની સમસ્યા તથા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. PESO (પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંસ્થા) દ્વારા અધિકૃત એટલે કે, ચોક્કસ ડેસીબલના જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, ધાર્મિક સંસ્થા, ન્યાયલયો સહિત અમુક જગ્યાએ 100ની ત્રિજ્યામાં પણ ફટાકડા ફોડવા નહીં. નાતાલને ધ્યાનમાં રાખીને 31ની રાત્રે 11.55થી 12.30 સુધી જ ફટાકડા ફોડી શકાશે.

ABOUT THE AUTHOR

...view details