ગુજરાત

gujarat

ETV Bharat / state

RTOમાંથી આ રીતે કર્યું કરોડોનું કોભાંડ, નોકરી દરમિયાન 1.83 કરોડની ઉચાપત

અમદાવાદના પૂર્વ RTOના હેડ કેશિયરે કચેરીની સરકારી (Scams in Vastral RTO)આવકની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીએ 1 એપ્રિલ 2021 થી શરૂ કરી 5 ફેબ્રુઆરી 2022 સુધીમાં 1 કરોડ 83 લાખ થી વધુની ઉચાપત કરી હતી. જેમાથી 89 લાખ જમા ન કરાવતા આ ફરિયાદ નોધાઈ હતી.

By

Published : May 16, 2022, 6:32 PM IST

Scams in Vastral RTO: અમદાવાદના RTOમાંથી કરોડોનું બુંચ મારનાર હેડ કલાર્કેની ધરપકડ
Scams in Vastral RTO: અમદાવાદના RTOમાંથી કરોડોનું બુંચ મારનાર હેડ કલાર્કેની ધરપકડ

અમદાવાદઃ શહેરના પૂર્વ RTOના હેડ કેશિયરે કચેરીની સરકારી(Ahmedabad Vastral RTO ) આવકની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરાઈ છે. એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી 1.83 કરોડની ઉચાપત (Scams in Vastral RTO)આરોપીએ કરી હતી. જેમાથી 89 લાખ જમા ન કરાવતા આ ફરિયાદ નોધાઈ હતી. જોકે આરોપી હેડ કેશિયરની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન સામે આવશે કે તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા.

ટુકડે ટુકડે 94 લાખથી વધુની રકમ ભરપાઈ કરી -પૂર્વ RTOનાહેડ કેશિયર એમ એન પ્રજાપતિ. જેણે કાવતરું રચી સરકારી રકમની ઉચાપત કરી હતી. જેમાં આરોપીએ 1 એપ્રિલ 2021 થી શરૂ કરી 5 ફેબ્રુઆરી 2022 સુધીમાં એક કરોડ 83 લાખ થી વધુની ઉચાપત કરી હતી. જોકે ઓડિટ સમયે આ હકીકત સામે આવતા ટુકડે ટુકડે 94 લાખથી વધુની રકમ ભરપાઈ કરી છે. તેમ છતાં 89 લાખ રૂપિયા ન ભરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. મહત્વનું છે કે ફરિયાદ થાય તે પહેલા જ આરોપી ફરાર થઇ ગયો હતો જોકે હવે તેની ધરપકડ કરતા રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરાશે.

વસ્ત્રાલ RTO

આ પણ વાંચોઃScam in work of Singhrot Intake Well : પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે લગાવ્યાં 26 કરોડના કૌભાંડના આક્ષેપ

સરકારી ચોપડે માત્ર 20 રસીદ બતાવી -જ્યારે આરોપી હેડ કેશિયર એમ.એન પ્રજાપતિની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ, તો આરોપી એક દિવસમાં આરટીઓની કુલ 35 થી 40 જેટલી ટેક્સની રસીદ બનાવતા હતા. પરંતુ સરકારી ચોપડે માત્ર 20 રસીદ બતાવી અન્ય રૂપિયા પોતાના ખિસ્સામાં ભરતા હોવાનો સામે આવી છે, ફરિયાદીએ તપાસ કરતા ઓડિટ સમય આવા 28 જેટલા રિપોર્ટ સામે આવ્યા હતા. જેમાં RTO ટેક્ષની ઓછી આવક સરકારી ચોપડે બતાવી ઉચાપત કરવામાં આવી હતી. જેથી પોલીસે હેડ કેશિયર વિરુદ્ધ ગુનો નોંધી સરકારી નાણાંની ઉચાપત કરનાર આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃScams in Vastral RTO: અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે સરકારી તિજોરીના રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી 1.83 કરોડની ઉચાપત કરી

89 લાખ જેટલી સરકારી રકમ રિકવર કરવાની બાકી -મહત્વનું છે કે એક વર્ષ કરતા લાંબા સમયથી આ ઉચાપત કરવામાં આવતી હતી. પરંતુ સમયસર ઓડિટ અને તપાસ ન થતા આરોપીને લાંબો સમય મળ્યો અને ઉચાપતની રકમ પણ વધી ગઈ. જોકે હજી 89 લાખ જેટલી સરકારી રકમ રિકવર કરવાની બાકી છે.. માટે આરોપીની ધરપકડ બાદ આ નાણાં ક્યા વાપર્યા તે બાબતે તપાસ કરી પોલીસ તપાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details