અમદાવાદ :ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. ગુજરાતભરમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 55822 પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. ત્હાયારે હાલ 10 વાગ્યા બાદ કરફ્યુની સ્થિતિ છે, અને લોકો બહાર ન નીકળે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદ શહેરમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન 100થી વધુની ધરપકડ કરી - corona news
એક તરફ કોરોના વાઇરસની મહામારી અને બીજી તરફ તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ પોલીસ દ્વારા શનિવારે રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાતના10 વાગ્યા બાદ રસ્તે ફરતા 100થી વધુની પોલીસે અટકાયત કરી હતી.
અમદાવાદ
બીજી તરફ આગામી સમયમાં તહેવારો નજીક આવતા હોવાથી પોલીસે શનિવારે રાતે કોમ્બિંગ શરૂ કર્યું હતું. જેમાં અધિકારી અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં શહેરમાં તૈનાત હતા. તે દરમિયાન રાતના સમયે રસ્તે ભટકતા 100થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેને પગલે પોલીસે એલર્ટ રહીને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જે દરમિયાન કાર્યવાહી કરી હતી. આગામી સમયમાં તહેવારમાં પણ લોકો ભેગા ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે.