અમદાવાદ :શહેરનાકૃષ્ણનગર વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં જવેલર્સની દુકાનમાં પ્રવેશ કરી મરચાનો પાવડર નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક શખ્સ સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો હતો, પણ વેપારીએ પ્રતિકાર કર્યો અને એક બટન દબાવતા જ સિક્યોરિટી એલાર્મ વાગ્યું અને લોકો ભેગા થઈ ગયા. એલાર્મ વાગતા જ દરવાજા પણ બંધ થઈ ગયા હતા જે આજે લૂંટારું પકડાઈ ગયો હતો.
શું હતો સમગ્ર મામલો: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક ખાતે નિલમ ગોલ્ડ પેલેસ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન છે. તેના માલિક કૌશિક પટેલ જ્વેલર્સ શો રુમ પર સોમવારના દિવસે હાજર હતા, ત્યારે એક ગઠીયો ગ્રાહક બનીને આવ્યો હતો અને સોનાની બે વિંટી પસંદ કરી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠીયાએ કૌશિક પટેલને કહ્યુ હતું કે, આ બે વિંટીઓ સાઈડમાં મુકજો આવતી કાલે પત્નિને લઇને આવીશ અને લઇ જઇશ. મંગળવારે ફરી આ ગઠિયો આવે છે અને શોરૂમમાં પત્નીની રાહ જોતો હોવાનું કહી બેસી રહે છે. વેપારીએ આ બાબતે પૂછતાં જ તે એકદમ ઉભો થઇ ગયો હતો અને ખીસ્સામાંથી મરચાની ભૂકી કાઢીને કૌશિક પટેલની આંખમાં નાખી દીધી અને લૂંટ કરવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચોAhmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર