રામોલમાં પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા (married woman suicide in Ramol) પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ગુનામાં સામેલા પરિણીતાના પતિ અને સસરાની ધરપકડ કરી છે. રામોલના ઉમિયાનગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ ચૌહાણ સાથે આત્મહત્યા કરનાર યુવતીના લગ્ન 2020માં થયા હતા. લગ્નના 4 મહિના બાદથી તેના પતિ, સાસુ સસરા દ્વારા અવારનવાર તેની સાથે ઝઘડો કરીને દહેજની માંગ કરવામાં આવતી હતી અને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતું હતું. (Suicide case in Ahmedabad)
આ પણ વાંચોતુનિષા શર્મા આત્મહત્યા કેસ: તુનિષા શર્માની માતાએ કર્યો મોટો ખુલાસો
શું હતો સમગ્ર મામલો યુવતીનો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોય અને છતાં પણ દહેજમાં કંઈ ન આપ્યું હોય તેવા મેણા મારીને તેના પતિ સાસુ અને સસરા તેને અવારનવાર હેરાન કરતા હતા. જેના કારણે 30 ડિસેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ આત્મહત્યા કરી હતી. જોકે આત્મહત્યા પહેલા તેણે લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે સાસરિયાઓના ત્રાસથી કંટાળી આ પગલું ભરતી હોવાનો ઉલ્લેખ કરતા રામોલ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલા ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધાતા પોલીસે યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરી છે. (Ahmedabad Crime News)
આ પણ વાંચોભાવનગર સગીર આત્મહત્યા કેસ: ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત બાદ ત્રણ ઝડપાયા
પોલીસની તપાસ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, કે આ ગુનામાં ઝડપાયેલા પરિણીતાના સસરા ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત પોલીસમાં PI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલ નિવૃત જીવન ગુજારે છે. જ્યારે તેનો પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદની વધુ તપાસ શરૂ કરી છે. (Ahmedabad married woman suicide)