વટવા GIDCમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો અમદાવાદ : વટવા GIDC વિસ્તારમાં 27મી ડિસેમ્બરે રાત્રે 3:30 કલાકે (Friend killed case in Vatva GIDC) મળી આવેલી બિનવારસી મૃતદેહના કેસ ઉકેલાયો છે. મૃતકની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. વટવા GIDC વિસ્તારમાં રેલવે ફાટક પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ચહેરા પર ગંભીર ઇજાઓ થઈ હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. (Ahmedabad Friend killed case)
શું હતો સમગ્ર મામલો આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા સામે આવ્યું હતું કે, મૃતક અને તેની સાથે બીજા બે વ્યક્તિઓ એક ફૂટેજમાં સાથે જતા નજરે પડ્યા હતા. જેથી પોલીસે તપાસ કરતા GIDCમાં આવેલી ગીરીડાઇઝ કંપનીમાં ફેજ 2 ખાતે કામ કરતા ઉમેશ રેકવાર નામના યુવકનો આ મૃતદેહ હોવાનો ખુલાસો થયો હતો. GIDC પોલીસે CCTV ફૂટેજમાં મૃતક સાથે જોવા મળતા બંને શખ્સોની તપાસ કરતાં તેમનું નામ લક્ષ્મણસિંહ તેમજ બ્રીજલાલસિંગ ઉર્ફે પપ્પુ અને તે બંને ઝારખંડના રહેવાસી તેમજ હાલ વટવામાં બચુભાઈના કુવા પાસે જાન્યાપીરના ટેકરામાં રહેતા હોવાનું ખુલ્યું હતું. (Dead body near GIDC railway gate Vatva)
આ પણ વાંચોરાક્ષસને શરમાવે તેવું, ગૌશાળાની રખવાળી કરનારે જ વાછરડીની કરી હત્યા, દ્રશ્યો CCTVમાં કેદ
આરોપીની ધરપકડપોલીસે તે સરનામે જઈને તપાસ કરતા બ્રિજલાલસિંહ ઉર્ફે પપ્પુ હાજર મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા લક્ષ્મણસિંહ દ્વારા ઉમેશ રેક્વારની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો. તે ઝારખંડ જવા માટે નીકળી ગયો હોવાનું જણાતા વટવા GIDC પોલીસે આરોપીનો મોબાઈલ નંબર મેળવી તેના લોકેશનની તપાસ કરી તો તેનું લોકેશન કાલુપુર રેલવે સ્ટેશનનું હોવાનુંધ્યાને આવ્યું હતું. આ સમગ્ર મામલે કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી પહોંચી લક્ષ્મણસિંહ નામના આરોપીને લાવીને તેની ધરપકડ કરવામાં આવી હતી. (Ahmedabad Crime News)
આ પણ વાંચોવન્યજીવોની હત્યા અને વેચાણનું રેકેટ ઝડપાયું, 27 લોકોની ધરપકડ
હત્યા કેવી રીતે કરાય પકડાયેલા આરોપી લક્ષ્મણસિંહની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ચિકન ખાવાના પૈસા આપવાની બબાલમાં ઝઘડો થતા તેણે ઈંટ દ્વારા ઉમેશ રેકવારને શરીર ઉપરઅને માથા પર ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડીને તેની હત્યા કરી હતી. આ સમગ્ર મામલે વટવા GIDC પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ઝારખંડના લક્ષ્મણસિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીએ અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. (Friend killed over food money in Vatva)