અમદાવાદમાં પાગલ પ્રેમીઓએ પ્રેમિકા ઉપર એસિડથી હુમલો કર્યાની ઘટનાઓ અનેકવાર બની છે. પરંતુ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગોપાલનગરની ચાલીમાં એક પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંક્યાની ઘટના બની છે. નરાધમ પતિ એસિડ ફેંકીને ઘરમાંથી ફરાર થઇ ગયો હતો. માહિતી પ્રમાણે, બીમારીને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા, જે કારણે પત્ની પતિને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. જેથી 27 એપ્રિલના રોજ સવારે પતિ પોતાની પત્નીને લેવાં માટે પિયરે આવ્યો હતો, ત્યારે પત્નીએ પતિ સાથે આવવાની ના પાડતાં બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જે બાદ ઉશ્કેરાયેલાં પતિએ પોતાની પાસે રહેલી એસિડની બોટલમાંથી એસિડ પત્ની પર ફેંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. આ સમયે પાસે ઉભેલી દીકરી ઉપર પણ એસિડનાં બે-ત્રણ છાંટા ઉડ્યા હતા.
અમદાવાદમાં ઘરકંકાસમાં પત્ની પર એસિડ ફેંકનાર પતિને પોલીસે ઝડપ્યો - Ahmedabad police
અમદાવાદઃ દેશમાં મહિલાઓ પર એસિડ અટેકના કિસ્સાઓ વારંવાર બનતા રહે છે, આવા ગંભીર બનાવોમાં સરકારે ઘણા કાયદાઓ લાગુ પાડ્યા હોવા છતાં આવા બનાવોનો અંત આવ્યો નથી. થોડા સમય પહેલા જ અમદાવાદના રાણીપમાં ગોપાલનગરની ચાલીમાં એસિડ એટેકની એક ઘટના બની હતી. જેમાં પતિ અને પત્ની વચ્ચે તકરારમાં પત્ની રિસાઈને પિયર રહેવા આવી ગઈ હતી. જેથી રોષે ભરાયેલ પતિએ આવેશમાં આવી પત્નીના પિયરે જઈ તેના પર એસિડ ફેંક્યું હતું.

એસિડ ફેંકનાર પતિને પોલીસે ઝડપયો
ઘરકંકાસમાં પત્ની પર એસિડ ફેંક્યું
એસિડ પડવાથી પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી, જેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નરાધમ આરોપી પતિ મૂળ અમરેલીનો રહેવાસી છે. બંને વચ્ચે આર્થિક સમસ્યાઓને તકરાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ આરોપીને સિવિલ હોસ્પિટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.