દુબઈ મોકલવાના બહાને પૈસા પડાવતી ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પકડી પાડી હતી. આ ત્રણ સભ્યોની ટોળકી દુબઈ મોકલી આપીશું, તેમ કહીને નાગરિકો પાસેથી પૈસા પડાવ્યા હતાં. અરજદારની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ઘરી હતી. છેતરપીંડીનો ભોગ બનેલાના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાને આધારે પોલીસને જાણવા મળ્યું કે આ ટોળકી પૈસા પડાવીને નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી રહી હતી, ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો પાસેથી પૈસા પડાવતી ટોળકીના શર્લીબહેન ગીરબર્ટ, યોગેશભાઈ શાહ અને તેમના પત્ની નિનાબહેન શાહ જેમને પકડીને તેમની અટક કરી હતી.
અમદાવાદમાં દુબઈ મોકલવાના બહાને પૈસા પડાવતી ટોળકી ઝડપાઇ - fraud gang in surat
અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી નિર્દોષ નાગરિકોને દુબઈ મોકલી આપવાના બહાને છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને નાણા પડાવતી ટોળકીને પકડી પાડી છે. આ ટોળકીના સભ્યોએ રૂપિયા 18 લાખની રકમ વસુલી હતી. આ ટોળકી કોની સાથે સંકળાયેલી છે, જે અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ઘરી છે.
આ તમામની પોલીસે પુછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, યોગેશભાઈ શાહ અને તેમના પત્ની નિનાબહેન શાહ અમદાવાદમાં રહેતા નિર્દોષ નાગરિકોને દુબઈ મોકલી આપવાની વાત કરતાં અને તેમને વિશ્વાસમાં લઈને શર્લીબહેન ગીલબર્ટના ઘેર મુલાકાત કરાવતા હતા, શર્લીબહેન આ નિર્દોષ નાગરિકોને એક વ્યક્તિના ત્રણ લાખ રૂપિયા ખર્ચ થશે, તે પૈકી અડધા રૂપિયા બેંક દ્વારા તેમના પાર્ટનર ઇરફાન દલવીના ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતાં. આ રીતે ભેગા મળીને નાગરિકોને છેતરતા હતાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અન્ય આરોપી ઈરફાન દલવી કે જેઓ મુંબઈના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, તેમની શોધખોળ ચાલુ કરી છે.