- AMCએ લગાવેલા CCTV કેમેરાના જંક્શન બોક્સમાંથી કેટલોક સામાન ચોરી કરતી
- એક માસમાં રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સનો સામાન ચોર્યો
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી
અમદાવાદ :શહેરમાં કોઈ દુકાન કે ઘરમાં ચોરી થતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ હવે તસ્કરોની આ ટોળકી AMCએ લગાવેલા CCTV કેમેરાના જંક્શન બોક્સમાંથી પણ કેટલોક સામાન ચોરી કરી જતા AMC અને પોલીસ તંત્ર દોડતું થયું અને એક આરોપીની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલની ચોરી કરતા 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા
ક્રાઇમ બ્રાન્ચે સેટેલાઇટમાં રહેતા હાર્દિક ત્રિવેદીની ધરપકડ કરી
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સેટેલાઇટમાં રહેતા હાર્દિક ત્રિવેદીની ધરપકડ કરી હતી. આરોપીએ રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સનો સામાન એક જ માસમાં ચોરી કર્યો. આરોપી અલગ-અલગ વિસ્તારમાંથી વાહનો ચોરી કરી જંકશન બોક્સનો સામાન ચોરી કરતો હતો.