શહેરમાં શનિ-રવિની રજાના માહોલમાં જુગાર રમતા અનેક સ્થળોએ પોલીસે રેડ કરી હતી. સરખેજ, સાબરમતી, વેજલપુર, નિકોલ વિસ્તારમાં પોલીસે ધડબડાટી બોલાવી હતી. જુગાર રમતા 30 થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
અમદાવાદમાં શ્રાવણીયો જુગાર રમતા 30થી વધુ લોકો ઝડપાયા - gambling in Ahmedabad
અમદાવાદ: સામાન્ય રીતે જુગાર રમવો ગેરકાયદેસર છે. પણ શ્રાવણીયા જુગારનો મોસમ ચાલુ થયો છે. ત્યારે ઠેર-ઠેર લોકો જુગાર રમતા જોવા મળી રહ્યાં છે. શ્રાવણના ત્રીજા શનિ-રવિના દિવસે 4 અગલ-અલગ સ્થળો પર પોલીસે રેડ કરીને 30થી વધુ જુગારીઓ ઝડપી પાડ્યા હતાં.

અમદાવાદમાં શ્રાવણીયો જુગાર રમતા 30થી વધુ લોકો ઝડપાયા
મળતી માહિતી પ્રમાણે, સરખેજમાં જુગાર રમતા 5 ઈસમો પાસેથી 15 હજારનો મુદ્દામાલ, સાબરમતી વિસ્તારમાં 11 ઈસમો પાસેથી 5 લાખથી વધુના મુદ્દામાલ, વેજલપુર વિસ્તારમાં 5 ઈસમો પાસેથી 22 હજારનો મુદ્દામાલ અને નિકોલમાંથી 8 જુગારીઓ પાસેથી 65 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેમાં મહિલાનો સમાવેશ હતો.