ગુજરાત

gujarat

ETV Bharat / state

આતંકી હુમલાના એલર્ટના પગલે પોલીસ એલર્ટ, સુરક્ષા સઘન કરાઈ

અમદાવાદ: 15મી ઓગસ્ટને લઈ દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે. IBને મહત્વના ઈનપુટ મળ્યા છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. આ સંદર્ભે IBએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આ આતંકી હુમલાના ઈનપુટને પગલે રાજ્યના DGPશિવાનંદ ઝાએ તમામ પોલીસ અધિકારીઓને ચકાસણી કરીને હથિયાર સાથે રાખવાનો આદેશ કર્યો છે. સાથે પોલીસ પેટ્રોલિંગ વાહનોમાં પણ હથિયાર સાથે રાખવાનો આદેશ આપી કહ્યું કે, જો હથિયારમાં ખામી હોય તો હેડ ક્વાર્ટરમાં બદલાવી લેવા સુચના આપી છે.

etv bharat ahmedabad

By

Published : Aug 14, 2019, 1:22 AM IST

Updated : Aug 14, 2019, 3:55 AM IST

ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી સ્વાતંત્ર્યદિન અને પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે.

આતંકી હુમલાના એલર્ટના પગલે પોલીસ પણ એલર્ટ

તેમજ જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.બીજી તરફ રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો . આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે.જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Last Updated : Aug 14, 2019, 3:55 AM IST

ABOUT THE AUTHOR

...view details