ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: સ્પાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે અમદાવાદમાં નહીં ચાલે, પોલીસ તૈયાર કર્યો એક્શન પ્લાન - illegal activities in name of spa

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરે પોલીસ કમિશનરે સ્પા તથા મસાજ સેન્ટર અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ દ્વારા એક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશન તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની કુલ 30 થી વધુ ટીમ બનાવવામાં આવી હતી.

Ahmedabad Crime: સ્પા ના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ એક્શનમાં
Ahmedabad Crime: સ્પા ના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ એક્શનમાં

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 11:03 AM IST

અમદાવાદ:શહેરમાં સ્પાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. શહેરમાં કેટલાક સ્થળોએ સ્પાના નામે દેહવ્યાપાર માટે અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવી ગ્રાહકોને આકર્ષવા સાથે અનૈતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાના ઘણા કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે આવી ગેર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સરકારના આદેશ અનુસાર શહેર પોલીસ કમિશનરે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા સ્પા તથા મસાજ સેન્ટર અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સ્પા ના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ એક્શનમાં

કુલ 30 થી વધુ ટીમ: આ જાહેરનામા મુજબ સરકારી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા તેમજ મસાજ સેન્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને મસાજ પાર્લર તથા સ્પા સેન્ટરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે તારીખ 7 ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરમાં શહેર પોલીસ દ્વારા એક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઈવમાં પોલીસ વિભાગના અલગ અલગ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની કુલ 30 થી વધુ ટીમ બનાવવામાં આવી હતી.

ફફડાટ વ્યાપી ગયો: પોલીસ વિભાગની આ અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા 215થી પણ વધુ મસાજ પાર્લર અને સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે કરેલી આ રેડ દરમિયાન 24 જેટલા સ્પા સેન્ટર અને મસાજ પાર્લરના જાહેરનામાનો અમલ થતો ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે સ્પા અને મસાજ પાર્લરના સંચાલકો વિરૂધ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરતા મસાજ પાર્લર તેમજ સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસે ફરિયાદ નોંધી: પરપ્રાંતીય યુવતીઓ થકી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ પણ કરવામાં આવે છે. ત્યારે શહેરના અમુક સ્પા સેન્ટર અને મસાજ પાર્લરના સંચાલકો દ્વારા મસાજ ના નામે દેહવ્યાપારનો ધંધો બેરોકટોક પણ ચલાવવામાં આવતો હતો. જે બાબતને ગંભીરતાથી લઇ સરકારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાનો ભંગ કરતા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલા આદેશ અનુસાર આજે શહેરના 24 જેટલા ગેરકાયદેસર અને જાહેરનામાનો ભાગ કરી રહેલા સ્પા તેમજ મસાજ પાર્લરના સંચાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Surat Crime: મૂર્તિકાર મહિલાએ ઉછીના આપેલ 2 લાખ રૂપિયા પાછા માંગતા પિતા-પુત્રએ ગુજાર્યો બળાત્કાર
  2. Bharuch Crime News : અંકલેશ્વરમાં નરાધમ જીજાએ 15 વર્ષીય સગી સાળી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

ABOUT THE AUTHOR

...view details