- પશ્ચિમ વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂની પાર્ટીઓ રોકવા પોલીસનો એક્સન પ્લાન
- સાદાં કપડાં પહેરીને પોલીસ કર્મચારીઓની ચાંપતી નજર
- મોડી સાંજે અમદાવાદ ગોવામાં તબદિલ થાય છે
અમદાવાદઃયુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયા છે કે હવે ડ્રગ્સ માફિયાઓને(drug mafia network in gujarat) ફાવતું મળી ગયું છે. ડ્રગ્સ માફિયાને(ahmedabad drug bust) તો પોલીસ રોકી રહી છે, પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યુ છે. સિંધુ ભવન રોડ, એસજી હાઇ-વે સહિતના પોશ વિસ્તારોમાં જ્યાં યુવાનો ડ્રગ્સની પાર્ટી કરતા હોય છે ત્યાં પોલીસે બાજ નજર(Police action plan drugs) રાખવાનું શરૂ કરી દીધું છે.
શહેરમાં યંગસ્ટરોને હિરોપંતી દેખાડવાનો નશો
આજનો યંગસ્ટર(youngster drugs in india) તૈયાર થઇને ધૂમ સ્ટાઇલ વાહન લઇને સિંધુ ભવન રોડ પર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે સમી સાંજે નીકળી પડે છે. યંગસ્ટર સિંધુ ભવન રોડ પર તેમજ એસજી હાઇ-વે પર આવેલી હોટલ, રેસ્ટોરાં તેમજ કાફેની બહાર મોજ મસ્તી કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો આ મોજમસ્તીમાં નશાની કિક પણ ઉમેરી દેતા હોય છે. એમડી, ચરસ, ગાંજો અફિણ, કોકેન, હેરોઇન જેવો નશો કરતા હોય છે જ્યારે કેટલાક મધ્યમ વર્ગના લોકો કફ સિરપ જેવો સસ્તો નશો કરતા હોય છે. તો કેટલાક લોકો દારૂ તેમજ બિયરની પાર્ટી પણ કરતા હોય છે.
કાળાના કાચમાં કાળા કામો