અમદાવાદઃઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીસ માર્ચ મહિનામાં અમદાવાદના મહેમાન બનશે. તેઓ અહીં જી20 સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. જોકે, તેમની આ મુલાકાત દરમિયાન 9થી 13 માર્ચ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. ત્યારે તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે આ મેચ નીહાળશે તેવું ઑસ્ટ્રેલિયા મીડિયાએ દાવો કર્યો છે.
આ પણ વાંચોG20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
9થી 13 માર્ચ ભારત-ઓસી.ની ટેસ્ટ મેચઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે નવમી ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ સિરીઝ શરૂ થઈ રહી છે. તેમાં ચાર પૈકી સિરીઝની પહેલી મેચ ગુરૂવારે નાગપુરમાં રમાશે. જ્યારે આ જ સિરીઝની છેલ્લી મેચ 9થી 13 માર્ચ દરમિયાન અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે ઑસ્ટ્રેલિયા મીડિયાએ દાવો કર્યો છે કે, ભારત અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહેશે. સાથે જ તે પ્રકારનો કાર્યક્રમ પણ તૈયાર થઈ રહ્યો છે.