ગુજરાત

gujarat

ETV Bharat / state

104 વર્ષીય માણેક બા કોણ છે જેમની સામે PM મોદી પણ શિશ ઝૂકાવતા જોવા મળ્યા જૂઓ - PM Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અમદાવાદના બાવળામાં સભા (PM Modi Public Meeting in Bavla) સંબોધી હતી. તે દરમિયાન તેમણે જૂની યાદો તાજા કરી હતી. સાથે જ તેઓ લીલાબા અને માણેકબાને પણ યાદ કરતા ભાવુક થઈ ગયા હતા. સભા પછી વડાપ્રધાન 104 વર્ષીય માણેકબાના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા (PM Narendra Modi meets Manek ba at Bavla) હતા.

104 વર્ષીય માણેક બા કોણ છે જેમની સામે PM મોદી પણ શિશ ઝૂકાવતા જોવા મળ્યા જૂઓ
104 વર્ષીય માણેક બા કોણ છે જેમની સામે PM મોદી પણ શિશ ઝૂકાવતા જોવા મળ્યા જૂઓ

By

Published : Nov 25, 2022, 10:54 AM IST

Updated : Nov 25, 2022, 1:36 PM IST

બાવળા, અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે તેઓ અમદાવાદના બાવળા (PM Modi Public Meeting in Bavla) પહોંચ્યા હતા. અહીં તેમણે જાહેર સભા સંબોધી જૂની યાદોને તાજી કરી હતી. સાથે જ તેઓ લીલાબા અને માણેકબાને યાદ કરતા ભાવુક થયા હતા. ત્યારબાદ સભા પછી તેઓ સીધા 104 વર્ષીય માણેકબાને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે માણેકબાના (PM Narendra Modi meets Manek ba at Bavla) આશીર્વાદ લઈ તેમની સાથે ઘણી વાતો પણ કરી હતી.

લીલાબાને યાદ કરતા થયા PM થયા ભાવુકમાણેકબાના પરિવારજન (PM Narendra Modi meets Manek ba at Bavla) આર.સી.પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવળાની અંદર જનસભા સંબોધતી વખતે લીલાબા અને યાદ કરતા ભાવુક થયા હતા. 4 નવેમ્બર 2022 ના રોજ તેમની છઠ્ઠી પુણ્યતિથિ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લાડું ખૂબ જ પ્રિય હતા. તેથી તેમના PMO અને ખાતે પણ લાડુ મોકલવામાં આવ્યા હતા. ત્યારે ગુરુવારે બપોરે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન લીલાબાની ગેરહાજરીમાં માણેકબાના દર્શન કરવા માટે આતુર છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 104 વર્ષીય માણેકબાના આશીર્વાદ લીધા હતા.

2024 વડાપ્રધાન શપથ વિધિ માટે આમંત્રણ

2024 વડાપ્રધાન શપથ વિધિ માટે આમંત્રણવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશીર્વાદ વખતે માણેકબાને (PM Narendra Modi meets Manek ba at Bavla)કહ્યું હતું કે, તમારે 104 વર્ષ થયા છે, પરંતુ તમારે જવાનું નથી. ત્યારે માણેકબાએ તું કે તમને 2024માં પણ વડાપ્રધાનપદે બેસો સુધી ત્યા હું જીવીશ. વડાપ્રધાને પણ કહ્યું હતું કે, 2024ના વડાપ્રધાનના શપથવિધિમાં પણ તમને આમંત્રણ આપીશ તમે આવજો.

કોણ છે લીલાબા?લીલાબાએ ગુજરાત રાજ્યના પ્રથમ જિલ્લા પંચાયત જનતા દળમાંથી ચૂંટાઈને આવેલા મહિલાં છે. ત્યારબાદ ભાજપનું અસ્તિત્વ આવ્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસંઘનો પ્રચાર કરવા માટે બાવળા આવતા (PM Modi Public Meeting in Bavla) હતા. ત્યારે નરેન્દ્ર મોદી લીલાબાના ઘરે અને તેમના જ હાથની બનાવેલી રસોઈ જમતા હતા. જયારે પણ બાવળા કે આજુબાજુના ગામમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હોય ત્યારે લીલાબાને અચૂક યાદ કરે છે.

કોણ છે માણેક બા?વડાપ્રધાન જે માણેકબાને મળવા પહોંચ્યા હતા. તેમનું પૂરું નામ માણેકબેન પરીખ છે. તેઓ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના વડ સાસુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi meets Manek ba at Bavla) ભૂતકાળમાં જ્યારે લીલાબાના ઘરે જમવા જતા હતા ત્યારે માણેકબાને પણ મળતા હતા. માણેકબા લીલાબાના જ પરિવારજન છે. ત્યારે માણેકબાએ વડાપ્રધાનને આશીર્વચન આપ્યા હતા.

સભામાં લીલાબા દેખાતા મોદીએ કહી હતી આ વાત એક વખત સાણંદની અંદર તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં હાજર હતા. તે સમયે લીલાબાને નીચે બેઠેલા જોઈ નરેન્દ્ર મોદીએ તેમને સ્ટેજ પર બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, તમે મારા આદર્શ છો તમારે સ્ટેજ ઉપર હોવું જોઈએ.

લીલાબાએ જીવતા જગત્યું કર્યું હતુંલીલાબાએ પોતાના જીવતા સમયે જ પોતાની અંતિમક્રિયાઓ કરી હતી. તે વખતે લીલાબાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાડુ ખવડાવ્યા હતા. અને લીલાબાના અવસાન બાદ પણ વડાપ્રધાનને લાડુ મોકલવામાં આવે છે. 4 નવેમ્બર 2022ને તેમની છઠ્ઠી પુણ્યતિથિ હતી. ત્યારે પણ તેમના પીએમઓ કાર્યાલય ખાતે મોકલવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લીલાબા સાથે એક અલગ જ પ્રકારનો સબંધ જોવા મળી આવે છે, જેના કારણે આજ વડાપ્રધાન લીલાબા યાદ કરતા જ ભાવુક થયા હતા.

Last Updated : Nov 25, 2022, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details