અમદાવાદ:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ડિગ્રી છે કે નહીં એવા પ્રશ્ન સાથે માહિતી અધિકારના કાયદા હેઠળ ડિગ્રીઓ માંગવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીને કેજરીવાલને નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેની માહિતી આપવા આપવામાં આવે એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો: Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા
કોર્ટ કેસ થયો: હાઇકોર્ટની બિરેન વૈષ્ણવની ખંડપીઠે સીઆઇસીના આદેશને રદ કર્યો છે. આ સાથે જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને 25000 નો દંડ ફટકાર્યો છે.આ દંડને ચાર અઠવાડિયાની અંદર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળમાં જમા કરાવવાનો રહેશે. હાઈકોર્ટે આ મહત્વના આદેશની સાથે જ આ અરજીનો નિકાલ કર્યો હતો. તેમજ કોર્ટે ચૂકાદા પર સ્ટે આપવાનો પણ ઇનકાર કર્યો હતો.
આરોપ હતા: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. કેજરીવાલ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો બનાવટી છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વિવાદના સંદર્ભે અરવિંદ કેજરીવાલ સીઆઇસીમાં અરજી કરવામાં આવી હતી કે તેમણે નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ બતાવવામાં આવે. આ અરજીના પગલે સીઆઈસીએ ગુજરાત યુનિવર્સિટીને અને દિલ્હી યુનિવર્સિટીને મોદીની ડિગ્રી જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો.
અપીલ માન્ય રાખી: જોકે ગુજરાત યુનિવર્સિટીએ સીઆઇસીના આ હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ સમગ્ર મામલે ગત સુનાવણીમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2016 માં જ ડિગ્રીને ઓનલાઈન મૂકી દેવામાં આવી હતી .કોઈ પણ વિદ્યાર્થીની ડિગ્રી એ અંગત માહિતી કહેવાય છે અને માહિતી અધિકારના કાયદામાં અંગત માહિતી આપવા ઉપર બાદ્ય છે. જ્યાં સુધી એ અંગત માહિતી જાહેર હિત અથવા જાહેર બાબત ને લગતી ન હોય ત્યાં સુધી આવી માહિતી જાહેર કરી શકાય નહીં.