વડાપ્રધાન મોદીને જ્યારે એર સ્ટ્રાઇક વિશે પુછવાના આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, રાજકીય ભવિષ્યનું વિચાર્યું હોત તો મોદી ન હોત. બાલાકોટમાં એર સ્ટ્રાઇક મેં નહીં દેશના જવાનોએ કરી છે. આપણા તરફથી તેમને અભિનંદન. જો રાજકીય પેંતરાબાજીથી દેશ ચલાવવાનો હોત અને નફા-નુકસાન જોડીને દેશ ચલાવવાનો હોત તો મોદીને PM બનવાની કોઇ જરૂર નહોતી. મારા માટે દેશ સૌથી ઉપર છે.
‘મૈ ભી ચોકીદાર’માં PM મોદીએ કહ્યું- દેશનો દરેક વ્યક્તિ ચોકીદાર, ચોર ક્યાંથી બચે? - delhi
નવી દિલ્હીઃ PM મોદીએ દિલ્હીમાં 'મેં ભી ચોકીદાર' અભિયાનમાં જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કર્યું હતું. જેમાં PM લોકો દ્વારા પુછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. મોદીએ કહ્યું કે, BJPએ મને દેશના દરેક ખૂણામાં જવાનો અવસર આપ્યો છે. દિલ્હીની જે જવાબદારી મને સોંપી રહ્યા છો તેનો અર્થ એ થાય છે કે, તમે એક ચોકીદારને બેસાડી રહ્યાં છો.

Narendra Modi
આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો. જેમાં 5 હજારથી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત દેશના અલગ-અલગ શહેરોમાં પીએમ સાથેના સંવાદ માટે 500થી પણ વધારે બૂથ બનાવવામાં આવ્યા હતા.
PM મોદીના ભાષણના અંશો...
- ‘મૈં ભી ચોકીદાર’ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત પર આધારિત છે.
- ભણેલા-ગણેલા, અભણ, ખેડૂતો, મજૂરો, નોકરીયાતોથી લઈ દેશના દરેક લોકો ચોકીદાર છે.
- દરેક વ્યક્તિ ચોકીદાર છે તો પછી ચોર ક્યાંથી બચશે?
- લોકો મારી સાથે છે અને મને ખબર છે કે દેશના લોકોને રાજા-મહારાજાઓની જરૂર નથી.
- તેઓ ચોકીદાર પસંદ કરે છે.
- લોકોની બૌદ્ધિક મર્યાદાઓ હોય છે. જેથી તેઓ વધારે વિચારી શકતા નથી.
- આવા લોકોના મતે ચોકીદાર એટલે કે માત્ર ટોપી પહેરીને સીટી વગાડવી, પરંતુ હકીકતમાં ચોદીકાર હોવું એક સ્પિરિટ છે.
- PM મોદીએ સ્પષ્ટતા- આ મિશન સાથે ચૂંટણીને કોઇ સંબંધ નથી.
- જે પણ કર્યું છે તે માત્રને માત્ર દેશના વૈજ્ઞાનિકોએ કર્યું છે.
- દેશનો દરેક નાગરિક તેમના પર ગર્વ કરે છે.
- મિશન શક્તિ દ્વારા આપણા દેશના વૈજ્ઞાનિકોએ પહેલા વિશ્વના માત્ર ત્રણ દેશો પાસે જે શક્તિ હતી તે શક્તિ હાંસલ કરી છે.
- મિશન શક્તિને લઇને PMએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
- કહ્યું- કેટલાક લોકોએ સાબુ (સામાન્ય બુદ્ધિ)નો ઉપયોગ કરવાની જરૂર છે.
- ચૂંટણીના ગરમાવામાં આ એક એવો સમય છે. જેના પર સૌની નજર હોવી સ્વાભાવિક છે.
- 2013-14માં જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, એ સમયે હું દેશ માટે નવો હતો.
- મુખ્યત્વે મારી ટીકા કરતા લોકોએ મારા વખાણ કર્યા હતા. મેં તે લોકોનો દિલથી આભાર માન્યો છે.