- રેશનિંગ દુકાનદારોના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ
- પુરવઠા વિભાગના અધિકારીઓ સાંભળતા નથી: મોદી
- આંદોલન થશે તો CM અને ડેપ્યુટી CM જવાબદાર
અમદાવાદ: ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રેશનિંગ દુકાનકારોના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપી છે. પુરવઠા વિભાગે રેશનિંગ દુકાનદારોની પડતર માંગણીઓને ઉકેલી નથી. જેથી આગામી સમયમાં લડત આપવા હાકલ કરી છે.
1 રૂપિયના કમિશન પર TDS કાપ્યો
રાજ્ય સરકારે તુવેરદાળ રૂપિયા 39ના ભાવે ખરીદી કરે અને 61 રુપિયાના ભાવે રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાની દુકાનદારોને સુચના આપે છે અને નહિવત એક કિલોએ એક રુપિયો જ કમિશન આપી અન્યાય કરે તે એસોસિએસન સાંખી નહીં લે. રેશનિંગના દુકાનદારોને અપાતાં કમિશન ઉપર TDS કાપી લેવાતા એસોસિએશને સરકાર સામે આંદોલનના એંધાણ આપ્યા છે. જ્યારે ગોદામમાં વિનામુલ્યે ચણાનો જથ્થો તો ઉપલબ્ધ છે, પરંતુ ગાંધીનગરથી સેમ્પલ પાસ ન થતાં આગામી 8 માર્ચે રાજ્યભરમાં વિતરણ સમયસર શરુ થઈ નહિ શકે તેવી ભીતિ છે.