ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધી@150: PM મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે

અમદાવાદ: સમગ્ર દેશ 2 ઓક્ટોબર ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ પ્રસંગે PM મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની  મુલાકાતે પહોંચ્યા છે. તેમના આગમનને કારણે ગાંધી આશ્રમમાં સ્વાગતની તડામાર તૈયારી થઈ ગઈ છે. આ સાથે જ PM મોદી રિવરફ્રન્ટ ખાતે 20 હજાર સરપંચને સંબોધશે. આ ઉપરાંત નવરાત્રી નિમિતે GMDC ગ્રાઉન્ડમાં યોજનાર ગરબા કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

modi in gujarat today

By

Published : Oct 2, 2019, 9:49 AM IST

Updated : Oct 2, 2019, 8:36 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે, અમદાવાદ ઍરપોર્ટ પર સંબોધન બાદ ગાંધી આશ્રમ પહોંચી તેમણે બાપૂને શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા છે.

ગાંધી આશ્રમ પહોંચ્યા વડાપ્રધાન મોદી
  • વડાપ્રધાન મોદી ગાંધી જયંતીએ આજે સાંજે 6 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ સ્વાગત કરશે.
  • સાંજે 6.45 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લઈને બાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે.
  • ગાંધીઆશ્રમની મુલાકાત બાદ મગન નિવાસ ચરખા ગેલેરીની મુલાકાત લેશે.
  • આ પ્રવૃત્તિ સાથે જોડાયેલાં 5 બાળકો સાથે તેઓ વાત કરશે.
  • હ્રદયકુંજ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.
  • ગાંધી જયંતીનાં દિને રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોનું સંમેલન થવાનું છે. જેમાં 10 હજાર ગુજરાતનાં અને 10 હજાર અન્ય રાજ્યનાં સરપંચો પણ હાજર રહેશે.
  • આ કાર્યક્રમ માટે આફ્રિકન દેશોનાં પ્રતિનિધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યોના સરપંચો અને કાર્યકરોને આંમત્રણ આપવામાં આવ્યું છે.
  • ગુજરાતભરમાંથી 10 હજાર જેટલા સરપંચો અને સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો આવશે.
  • અન્ય રાજ્યોના સરપંચોને મહેસાણા, સુરત અને વડોદરા ઝોનમાં શૌચમુક્ત મોડલ ગામોની અને ગાંધી હેરિટેજ સાઇટ્સ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિઝિટ કરાવાઈ રહી છે.
  • PM મોદી રિવરફ્રન્ટના કાર્યક્રમમાં 20 હજાર સરપંચોને સંબોધશે.
  • હાલ ગુજરાત નવરાત્રીના રંગે રંગાયેલું છે, ત્યારે વડાપ્રધાન મોદી GMDCના વાયબ્રન્ટ ગરબામાં ભાગ લેશે.
  • રાત્રે 8-30 કલાકે મેદાનમાં પહોચી માં અંબાની આરતી કરશે
  • 9:00 અમદાવાદ એરોપોર્ટ જવા રવાના થશે
Last Updated : Oct 2, 2019, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details