અમદાવાદઃલોક કલ્યાણ માટે સયાજીરાવના શાસન સૂત્રોમાં અડગ વિશ્વાસ ધરાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વડોદરાની વિદ્યાના આંતરરાષ્ટ્રીય ધામ તરીકેની ખ્યાતિને વધુ વ્યાપક બનાવવા શિક્ષણના આંતરરાષ્ટ્રિય માપદંડોને અનુસરીને જેનું નિર્માણ થવાનું (Central University of Gujarat in Vadodara)છે તેવી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત - ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય માટે વડોદરાની (Central University of Gujarat)પસંદગી કરી છે.
વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ -વડાપ્રધાન 18 મી જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર( Leprosy ground in Vadodara)યોજાનાર ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક (Gujarat Central University )આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી, દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના(PM Modi Gujarat Visit)નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ, એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓના ઉમેરાનો માર્ગ ખુલશે અને આ દિવસ વડોદરાના ઉજ્જવળ ઇતિહાસમાં અંકિત થઈ જશે.
આ પણ વાંચોઃજૂઓ, યુવા કલાકારોએ PMના આગમન પહેલા કઈ રીતે આખા શહેરને ઉતારી દીધું ચિત્ર પર
હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ -રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં આ શિલાન્યાસ થશે. શિક્ષણ સુવિધાને વ્યાપક બનાવવાના સંકલ્પ હેઠળ ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક કરોડોમાં કિંમત અંકાય એવી 100 એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે.તો ભારત સરકારે આ નવીન વિશ્વવિદ્યાલય માટે સુવિધાસંપન્ન પરિસરના નિર્માણ માટે રૂપિયા 743 કરોડ મંજૂર કર્યા છે. અઢી હજાર વિદ્યાર્થીઓ વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ આ વિદ્યાધામમાં લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રવેશતા જ ગુજરાતની અસ્મિતા અને વૈવિધ્યથી ભરેલી સંસ્કૃતિનો આપોઆપ પરિચય મળી જાય એવું ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્યવસ્થા એ અહીંની આગવી વિશેષતા બનશે.