અમદાવાદઃઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ(Assembly elections in Uttar Pradesh) ખતમ થતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે ગુજરાત(Prime Minister Narendra Modi) આવી રહ્યા છે. પહેલા તેઓ ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કરવા ગાંધીનગરમાં આવવાના હતા. પરંતુ ઈન્ટરનેશનલ ડિફેન્સ એક્સપો રદ થયો હોવા છતાં તેઓએ ગુજરાતની મુલાકાત(PM Modi visit Gujarat) લેવાનું ટાળ્યું નથી.
હજારો નેતાઓને સંબોધન
સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગુજરાતના ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ચૂંટાયેલા તમામ નેતાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 33 જીલ્લા પંચાયત, 251 થી વધુ તાલુકા પંચાયત અને 18 હજારથી વધુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નેતાઓ ઉપસ્થિત રહેશે. જેની સંખ્યા હજારોમાં થવા જાય છે. આ ઉપરાંત સંસદ સભ્યો, ધારાસભ્યો, ભાજપના નેતાઓ અને સરકારી હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
12 માર્ચે દાંડીકુચ દિવસ
ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વડાપ્રધાને સાબરમતી આશ્રમ પાસેથી જ શરૂ કરાવી હતી. આ વર્ષે પણ 12મી માર્ચે દાંડીકૂચ દિવસ(March 12 is Dandikucha Day) છે. ત્યારે ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભની (State level Khel Mahakumbh)શરૂઆત કરાવે તેવી શક્યતા છે. આ ખેલ મહાકુંભમાં 40 લાખથી વધુ લોકો ભાગ લેવાના છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે તેમણે જ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.
અન્ય કાર્યક્રમ
આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે રક્ષાશક્તિ યુનિવર્સિટી ગાંધીનગર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવરફ્રન્ટ પર આવેલ સ્પીર્ટ્સ કોમ્પ્લેક્ષ જેવા કેટલાક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ થાય તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટનું નિર્માણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે જ સમયગાળામાં થયું હતું.