અમદાવાદ/ ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી તારીખ 12 મેે ના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાતને લીઈને એક દિવસ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાગુ કરવામાં આવ્યો હતો. સવારે 10.30 આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં એમનું સ્વાગત કરાયું હતું. અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. ગાંધીનગરમાં યોજાનારા શિક્ષણ અધિવેશનમાં તેમણે ખાસ હાજરી આપી હતી. મુખ્યપ્રધાન પટેલ તરફથી એમનું શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.
શું બોલ્યા વડાપ્રધાનઃગુજરાતમાં હતો ત્યારે પ્રાથમિક શિક્ષકો સાથે મળીને રાજ્યની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા બદલવાનો અનુભવ રહ્યો હતો. જે સમયમાં ડ્રોપ આઉટ રેશિયો 40 ટકા હતો. આજે 3 ટકાથી પણ ઓછો છે. આ શિક્ષકોના સહયોગથી સાકાર થયું છે. ગુજરાતમાં શિક્ષકો સાથેના અનુભવ તેમણે રાષ્ટ્રીય સ્તર ઉપર પણ પોલીસી ફ્રેમવર્કમાં મોટી મદદ કરી છે.
મહાપુરૂષોના જીવનમાં ભારતીય શિક્ષકોઃ સામાન્ય રીતે વિદેશના નેતાઓને મળું છું ત્યારે ભારતીય શિક્ષકોનું કેટલું મોટું યોગદાન રહ્યું છે એ ગર્વ સાથે વાત કરે છે. પ્રથમ વિદેશ યાત્રા ભુટાનમાં વિદેશ યાત્રા કરી. એ સમયે સિનિયર કિંગ જણાવી રહ્યા હતા કે, મારી પેઢીના જેટલા લોકો છે. એ તમામ લોકોને ભારતીય શિક્ષકોએ શિક્ષા આપી છે. ગર્વ સાથે વાત કરે છે. સાઉદી અરબ ગયો ત્યારે ત્યાંના કિંગનો પ્રેમ મારા પર ઘણો છે. એમની સાથે બેઠો ત્યારે કહ્યું કે, ખૂબ લાગણી છે તમારા પ્રત્યે, હું ભલે રાજા છું પણ બાળપણમાં મારો શિક્ષક ગુજરાતી હતો અને ભારતીય હતો. એટલે આટલા મોટા સંપન્ન દેશના મહાપુરુષ ભારતીય શિક્ષકોની વાત ગર્વ સાથે કરી રહ્યા છે.
WHOનો ઉલ્લેખઃ કોવિડના દિવસોમાં વૂ ના મુખ્યા ટ્રેડરોઝ મારા ખૂબ સારા મિત્રો છે. જે ગર્વ સાથે કહે છે કે, જામનગરમાં પણ ગર્વ સાથે કહ્યું હતું કે, નાનપણથી મારા જીવનના દરેક પડવામાં કોઈને કોઈ હિન્દુસ્તાની શિક્ષકનું યોગદાન રહ્યું છે. જીવન બનાવવામાં ભારતના શિક્ષકનું યોગદાન છે. ભારતના શિક્ષકોએ મને ભણાવ્યો છે. ભારતની શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ વ્યવસ્થાઓ બદલી રહી છે. આ સતત બદલી રહેલી સ્થિતિમાં કેવી રીતે આગળ વધી શકાય એ મહત્ત્વનું બની રહે છે.
ગાઈડ-મેન્ટર બનોઃ અભ્યાસક્રમના વિષય સિવાયના પ્રશ્નો પૂછે છે. જેના જવાબ દેવા મુશ્કેલ પડી જાય છે. બાળકો પાસે ઈન્ફોર્મેશનના સોર્સ છે. શિક્ષકો માટે આ પણ એક પડકાર છે. આ પડકાર કેવી રીતે શિક્ષક હલ કરી શકે એની પર એજ્યુકેશન સિસ્ટમ આધારીત છે. આ પડકારોને પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ તરીકે જોવામાં આવે. લર્ન અને વીલર્ન કરવાનો મોકો આ પડકારો આપે છે. વિદ્યાર્થીઓના ગાઈડ અને મેન્ટર બનો. ગુગલથી ડેટા મળી શકે પણ ડિસિઝન જાતે જ લેવું પડે. ટેકનોલોજીથી ઈન્ફોર્મેન્શન મળે પણ દ્રષ્ટિકોણ શિક્ષક જ આપી શકે. જાણકારી કઈ ઉપયોગી અને બિનઉપયોગી એની સમજ શિક્ષક જ આપી શકે.
ડીપ લર્નિંગ કોન્સેપ્ટઃ કોઈ પણ ટેકનોલોજી વિદ્યાર્થીની પારિવારિક સ્થિતિ ન સમજી શકે. એક ગુરૂ જ બાળકનો તમામ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે મદદ કરે છે. ટેકનોલોજી ન શીખવાડી શકે કે, ડીપ લર્નિંગ કેવી રીતે કરી શકાય. જ્યારે ઈન્ફોર્મેશનના પહાડ ઊભા થાય ત્યારે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું છે કે, કેવી રીતે પોતાનુ ધ્યાન એક મુદ્દા પર કેન્દ્રીત કરે. આ ધ્યાન કેવી રીતે કેન્દ્રીત કરવું જોઈએ એ જ્ઞાન એક શિક્ષક જ આપી શકે છે.
દેશવાસીઓની અપેક્ષાઃ હું કોઈ ઉપદેશ આપવા આવ્યું છું કે, ન આપી શકું છું. થોડા સમય માટે ભૂલી જાવ કે શિક્ષક છો. થોડા સમય માટે એવું વિચારો કે, તમે વાલી. તમે તમારા બાળકો માટે શું વિચારો છો. પહેલો જવાબ મળશે કે, હું ભલે શિક્ષક છું પણ બાળકો સારો શિક્ષક અને સારૂ શિક્ષણ મળે. જે કામના વાલી તરીકે તમારા દિલમાં છે. એ દેશવાસીઓ પોતાના બાળક પ્રત્યે ઈચ્છે છે. જેની આશા શિક્ષકો પર છે. વિદ્યાર્થીઓ બોલચાલ, વ્યવહાર, વર્તન, વાણીથી ઘણું શીખતો રહે છે. અભ્યાસની સાથે વિદ્યાર્થી જે શીખે છે એની વચ્ચે કંઈક અંતર હોય છે.
અભ્યાસ સિવાયનું નોલેજઃ જે વિદ્યાર્થી શિક્ષક પાસેથી મદદ અને ધૈર્યના ગુણ શીખે છે. માત્ર વિષયલક્ષી જ્ઞાન નહીં નિષ્પક્ષ રહેવાનો ગુણ શીખે છે. સખત રહીને પણ સ્નેહ કેવી રીતે રાખવો એ શીખે છે. નાના બાળકો માટે શિક્ષક પરિવારની બહાર એ પહેલો વ્યક્તિ હોય છે. જેની સાથે તે સૌથી વધારે સમય પસાર કરે છે. તેથી તમામ શિક્ષકોને આ જવાબદારીનું ભાન હોવું જોઈએ. જે ભારતની આવનારી પેઢીને મજબુત કરે છે. શિક્ષકો બાળકોમાં એક આત્મવિશ્વાસનો ભાવ પેદા કરી શકે છે.
પોલીસી ફોર ચેન્જઃ ભારત નવી વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યો છે. વર્ષોથી સ્કૂલમાં અભ્યાસના નામે માત્ર પુસ્તકીય જ્ઞાન આપી રહ્યા હતા. નવી શિક્ષણનીતિએ એ બધુ બદલી નાંખ્યું છે. નવી એજ્યુકેશન પોલીસી પ્રેક્ટિલ પર આધારિત છે. ટિચિંગ એન્ડ લર્નિંગનો કોન્સેપ્ટ છે. પ્રાથમિક શાળાના શિક્ષક અભ્યાસ સિવાયનું હોમવર્ક આપતા એ મને યાદ છે. આપણા દેશમાં અંગ્રેજોએ 150 વર્ષ રાજ કર્યું. એ ભાષા એક ચોક્કસ વર્ગ પૂરતી સિમિત હતી. પછી અંગ્રજી ભાષામાં જ શિક્ષણ પ્રાપ્ય થતું. જેનું નુકસાન એ થયું કે, ગરીબ પરિવારના શિક્ષકોને, જે માતૃભાષમાં પાસ થઈને આવ્યા હતા. કારણ કે, અંગ્રેજીનો માહોલ હતો. પણ પછી માતૃભાષામાં એજ્યુકેશનને ભાર મૂક્યો છે. જે શિક્ષકોની નોકરી બચાવી રહ્યો છે.
દરેક શિક્ષક સાથે સંપર્કમાંઃ રાષ્ટ્રીય શિક્ષણનીતિ આના પર ખાસ ધ્યાન આપે છે. સમાજમાં એક એવો માહોલ બનાવવાની જરૂર છે જેથી શિક્ષક બનવા માટે આગળ આવે. આજે લોકોને ડૉક્ટર અને એન્જિનીયર તથા ટેકનોલોજી જાણવાની વાત કરે છે. પણ ઘણું ઓછું એવું જોવા મળે છે કે, હું શિક્ષક બનાવ માગું છું. હું બાળકોને અભ્યાસ કરાવવા માગું છું. આ કોઈ પણ સમાજ માટે એક પડકાર સમાન છે. નોકરી માટે અભ્યાસ કરાવી રહ્યા છે. પગાર મળે છે પણ શું મનથી કોઈ શિક્ષક છે કોઈ? સમાજ બનાવવામાં શિક્ષકોની મોટી ભૂમિકા રહી છે. મુખ્યમંત્રી હતો ત્યારે વ્યક્તિગત બે ઈચ્છા હતી. જે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા એ મિત્રોને એમને સીએમના ઘરે બોલાવું. તમામ શિક્ષકોને મારા ઘરે બોલાવીને સન્માન કરૂ. એ સમયે મારા એક શિક્ષકની ઉંમર 93 હતી. આજે પણ મારા જેટલા શિક્ષકો છે એની સાથે હું જોડાયેલો છું.
લગ્નમાં શિક્ષકઃ લગ્નમાં કોઈને શિક્ષક યાદ નથી આવતા. આ સમાજની વાસ્તવિકતા છે. આના પર દરેકે વિચાર કરવો જોઈએ. હું શિક્ષકને પણ પૂછું છું કે, દસ વિદ્યાર્થીઓના નામ બોલો, જે આજે જીવનમાં મોટી ઊંચાઈ પર બેઠા છે. જે તમારા વિદ્યાર્થીઓ હતા. પણ દુર્ભાગ્યવશ કહું છું ઘણા શિક્ષકો જવાબ નથી આપી શકતા. જ્યારે કોઈ ખેલાડી મેડલ લઈને આવે છે પણ પહેલા પોતાના કોચને પ્રણામ કરે છે. ગુરૂ સન્માનની ભાવના વિદ્યાર્થીઓના મનમાં રહે છે. કારણ કે ગુરૂ અને કોચ એના પર વ્યક્તિગત રીતે ફોકસ કરે છે. એના પર મહેનત કરે છે.
સ્કૂલનો બર્થ ડેઃસ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઈએ. ઠાઠમાઠથી ઉજવવો જોઈએ. એમાં જૂના તમામ ટીચર્સને ભેગા કરો. આનાથી સમાજ જોડાશે અને વિદ્યાર્થીઓ ક્યાં પહોંચ્યા એ ખ્યાલ આવશે. વિદ્યાર્થીઓને ખબર નથી કે પસીનો કોને કહેવાય. સર્વાંગી વિકાસ માટે સરકાર પોષણ પર ફોક્સ કરી રહી છે. મીડ ડે મિલની વ્યવસ્થા કરી છે. કોઈ પણ રીતે ખાનાપૂર્તિ કરવી હોય તો પોષણને લઈને પડકાર આવતા. આને હું અલગ રીતે જોઉ છું. લંગર પ્રત્યે શ્રદ્ધાથી જોવામાં આવે છે. સ્કૂલમાં તો દરરોજ ભંડારા ચાલે છે. પછી કેવી રીતે જમવું એના સંસ્કાર બાળકોમાં આપમેળે આવી જશે.