વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાને મળવા UN મહેતા હોસ્પિટલ પહોંચ્યા અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમિટ હોઇ હાલ PM મોદી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ડોકટરો સાથે હીરાબાના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કર્યા બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા હતા. આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર છે. PM મોદીએ હોસ્પિટલમાં ડોકટરો સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી.
PM મોદીના માતા હીરાબાને (pm modi mother hiraba critical health) અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા (hiraba admitted in UN mehta hospita) છે. આજે વહેલી સવારે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ સમાચાર મળતાની સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાની તબિયત સુધારા અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત નિષ્ણાત ડોકટરો સાથે મુલાકાત કરી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે.
હીરાબાની તબિયત સુધારા પર: જો કે યુ એન મહેતા હોસ્પિટલનું સત્તાવાર બુલેટિન બહાર આવ્યું છે અને તેમાં હીરાબાની તબિયત સુધારા પર છે તેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કરી પ્રાર્થના:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાબી તબિયતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જલ્દી સારા થવા માટેની પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હીરાબા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
હોસ્પિટલ પર જમાવડો:મળેલી માહિતી અનુસાર કે કૈલાસનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, ધારાસભ્ય કોશિક જૈન પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર જાણ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહિતના મોટાભાગના ધારાસભ્યો હીરાબાની ખબર કાઢવા હોસ્પિટલ આવ્યા હતા.
પીએમ મોદી હોસ્પિટલમાં દોઢ કલાક રોકાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને સીધા યુએન હોસ્પિટલ ગયા હતા. હીરાબાની ખબર અંતર પુછીને તેમણે ડોકટરો સાથે ચર્ચા કરી હતી. અને તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી. જો કે હોસ્પિટલના સત્તાવાળાઓના મતે હીરાબાની તબિયત સ્થિર છે. અને પીએમ મોદી હોસ્પિટલમાં દોઢ કલાક જેટલું રોકાણ કર્યું હતું. જો કે ત્યાર બાદ ડોકટરના કહેવા પ્રમાણે તબિયત સુધારા પર છે, જે પછી પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.
થોડા સમય પહેલા જ વડાપ્રધાન માતા હીરાબા ને મળવા પહોંચ્યા હતા
થોડા સમય પહેલા જ વડાપ્રધાન માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા:હાલમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવેલા ત્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ગરમાગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા.