અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત બગડતાં તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યારે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ (PM Modi mother Heeraba passed away) લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબા મોદીનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ યાત્રામાં જોડાયા હતા. તો ગાંધીનગરના સ્મશાન ગૃહમાં સ્વ. હીરાબા મોદીની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો હતો.
PM મોદીએ માતાના કર્યા અંતિમ દર્શન PM મોદીએ સ્વ. હીરાબા મોદીને આપ્યો અગ્નિદાહ નેતાઓ અને સંતોએ આપી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ (President Droupadi Murmu condolence to Hiraba Modi) ટ્વિટ કરી સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ તેમણે સ્વ. હીરાબા મોદીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ :પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી (PM Modi mother Heeraba passed away) હતી. પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે શાણપણથી કામ કરો, શાણપણથી જીવો, એટલે કે ડહાપણથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો.
CM ભુપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ :માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી (PM Modi mother Heeraba passed away) પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
જેપી નડ્ડાએ આપી શ્રદ્ધાંજલિ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ (JP Nadda Condolence for Hiraba Modi) ટ્વિટ કરી સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, માતાનું જવું એ ક્યારેય ન પૂરાય તેવી ખોટ છે.
ગુલાબનબી આઝાદે આપી શ્રદ્ધાંજલિ ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના ચેરમેન ગુલામ નબી આઝાદે (Gulam Nabi Azad Condolence for Hiraba Modi) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (PM Modi mother Heeraba passed away) હતી.
કેન્દ્રિય પ્રધાને આપી શ્રદ્ધાંજલિ કેન્દ્રિય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે (Anurag Thakur Condolence for Hiraba Modi) ટ્વિટ કરી હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ (PM Modi mother Heeraba passed away) કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ દુઃખની ક્ષણમાં મારી હાર્દિક સંવેદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. ભગવાન સ્વ. હીરાબા મોદીની આત્માને શાંતિ આપે.
જાવડેકરે આપી શ્રદ્ધાંજલિ પૂર્વ કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વજુભાઈ વાળાએ આપી શ્રદ્ધાંજલિ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાએ (Vajubhai Vala Condolence for Hiraba Modi) સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોદી પરિવારનું વટવૃક્ષ હતું, જે ખસી ગયું હોય તેવી લાગણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેટલો પ્રેમ તેમની માતા માટે હતો તેટલો પ્રેમ ગુજરાતની તમામ વ્યક્તિને હતો.
રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિકૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi Condolence for Hiraba Modi) ટ્વિટ કરી PM મોદીના માતા સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ કઠિન સમયમાં હું તેમને અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.
મેવાણીએ આપી શ્રદ્ધાંજલિવડગામ કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ (Jignesh Mevani Condolence for Hiraba Modi) ટ્વિટ કરી સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માતાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.