દિલ્હીમાં PM મોદી તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે કરશે બેઠક, રૂપાણી પણ બેઠકમાં ભાગ લેશે - Ahmedabad
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી બાદ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને હાજર રહેવાનું દિલ્હીથી આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ શનિવારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે આ બેઠકમાં હાજર રહેશે.
ફાઈલ ફોટો
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 5મી બેઠકમાં વિજય રૂપાણી મુખ્યસચિવ જે.એન. સિંઘ સાથે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં યોજાનારી આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સહભાગી થવાના છે. આ બેઠકમાં ભાગ લેવા વિજય રૂપાણી આવતીકાલે સવારે 10:30 કલાકે નવી દિલ્હી પહોંચશે. PM મોદી સાથે બેઠક પૂર્ણ થયા રૂપાણી સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ મૂલાકાત લેશે.