અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસમાં ફેરફાર (PM Modi Gujarat Visit)થયા છે. આગામી ગુજરાત પ્રવાસ થકી તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. તેમજ વડાપ્રધાનના બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભૂમિપૂજન અને વિકાસલક્ષી કાર્યનું ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
18 એપ્રિલે વડાપ્રધાન આવશે ગુજરાત -18 એપ્રિલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. આ જ દિવસે સાંજે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત (Control and Command Center in Gandhinagar)લેશે. આ સેન્ટર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તક આવે છે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.
આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશને કરી અર્પણ, જાણો આ યુનિવર્સિટી વિશે
વડાપ્રધાનનો 19 એપ્રિલનો કાર્યક્રમ -19 એપ્રિલે સવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) બનાસકાંઠા જશે. બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ (Dedication of Banas Dairy Plant at Diodar)મહિલા પશુપાલકોને સંબોધન કરશે. આ જ દિવસે બનાસકાંઠા બાદ વડાપ્રધાન જામનગર પહોંચશે. વડાપ્રધાન જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન(Bhumi Pujan of Ayurvedic Center in Jamnagar)કરશે. અહીં WHO ના ડાયરેક્ટર જનરલ સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા, આયુષ મંત્રાલયના પ્રધાન ઉપસ્થિત રહેશે. આ દિવસે રાત્રે વડાપ્રધાન રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
વડાપ્રધાનના 20 એપ્રિલના કાર્યક્રમો -20 એપ્રિલે સવારે વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જશે. અહીં આયુષ મંત્રાલયની 2 દિવસીય કોંફરન્સનું ઉદ્ઘાટન કરશે. બપોર બાદ વડાપ્રધાન દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી વડાપ્રધાન રાત્રે જ દિલ્લી રવાના થશે.
આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: PM અને CM રોડ શૉમાં દેખાયા એક જ ગાડીમાં, ભૂપેન્દ્ર પટેલ ફરી બની શકે છે CM પદના ઉમેદવાર
વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલ ફેરફાર -અગાઉ પ્રદેશ ભાજપની જાહેરાત મુજબ વડાપ્રધાન 21મી તારીખે દાહોદ જવાના હતા. બીજા દિવસે બનાસકાંઠા જઈને મહિલા સંમેલન યોજવાના હતા. કુલ 2,400 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યનું ઉદ્ઘાટન કરવાના હતા. આ કાર્યક્રમમાં હવે ફેરફાર થયા છે.