અમદાવાદઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Gujarat Visit ) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Home Minister Amit Shah) પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં મોદી બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. એપ્રિલમાં વડાપ્રધાન વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન (Gujarat Election 2022)ઉપસ્થિત રહી શકે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે.
ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી -ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના ફરી એક વાર ગુજરાત આવશે. અગામી 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં સરકારી કામનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદ અને બનાસકાંઠામાં વડા પ્રધાન રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા.