અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 12 મેંના રોજ ગુજરાતમાં આવીને અનેક એવા કાર્યક્રમમાં ભાગ લેશે. એટલું જ નહીં પ્રજાને પણ સંબોધીત કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કુલ 4400 કરોડના વિકાસલક્ષી કામના લોકર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. બાદમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રધાનમંડળના નેતાઓ સાથે બેઠક કરી ગિફ્ટસિટીમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરશે. જોકે, આ બેઠકમાં આગામી આયોજન તથા ઔદ્યોગિક વ્યૂહરચના વિશે ચર્ચા કરે એવી પૂરી શક્યતાઓ છે.
1545 કરોડના કામોનું લોકાર્પણઃસ્ટેડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદ મહાનગરની અંદર વિકાસની વણઝાર નીકળી છે. દેશના વડાપ્રધાન હસ્તે અંદાજીત 1500 કરોડની વધુ રકમના વિકાસના કામો ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના હાથે કરવામાં આવશે.જેમાં 3 બ્રિજ, અને 78 કરોડના લોકાર્પણ તેમજ ડ્રેનેજ પંપી સ્ટેશન ખાતમુહુર્ત કરવામાં આવશે. 78 કરોડનું ડ્રેનેજ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરાશે.
બ્રીજનું લોકાર્પણ થશેઃ ઉતરઝોનના બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે અંદાજીત 78.88 કરોડના ખર્ચે 30 MLD નવો S.B.R. S.T. P બનાવવા આવ્યો છે.જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મુમદપુરા ખાતે પણ તૈયાર થયેલ બ્રિજનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવશે. અંદાજીત 1466 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગોતા વોર્ડમાં 28.63 કરોડના ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન,અમરાઈવાડી વોર્ડમાં 28.17 કરોડ ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને એક્સપ્રેસ હાઇવેથી સરદાર પટેલ રિંગરોડ પર 205.97 કરોડના ખર્ચે M.S પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.