ગુજરાત

gujarat

By

Published : Dec 22, 2022, 9:33 AM IST

ETV Bharat / state

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે બની ગયા 'ડ્રીમ', સી પ્લેન ને દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi Dream Project) અમદાવાદથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવા માટે સી પ્લેન 2 વર્ષથી બંધ છે, પણ હવે ફરીથી શરૂ કરવા ચક્રો ગતિમાન (gujarat seaplane service) થયા છે. રાજ્ય સરકાર હવે લોન લઈને સી પ્લેન ચલાવશે. જો કે મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ (ghogha ro ro ferry closed) બંધ છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કેમ બંધ થયા છે? તેની પાછળ કયા કારણો જવાબદાર છે?

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે બની ગયા 'ડ્રીમ', સી પ્લેન ને દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે બની ગયા 'ડ્રીમ', સી પ્લેન ને દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ

અમદાવાદ ગુજરાત સરકારે (Government of Gujarat) હવે ઓછા વ્યાજની લોન લઈને સી પ્લેન ફરીથી શરૂ કરવા અને નવું સી પ્લેન ખરીદવા માટે (gujarat seaplane service) પ્લાન બનાવ્યો છે. 2 વર્ષથી બંધ સી પ્લેન ફરીથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi Dream Project) છે, જેને પડતો મુકી શકાય તેમ નથી. આથી રાજ્ય સરકારે નવો પ્લાન અમલમાં મૂક્યો છે.

સી પ્લેન પ્રોજેક્ટ શરૂ કરવા સરકાર લોન લેશેસૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, રાજ્ય સરકાર પહેલીવાર સી પ્લેનના પ્રોજેક્ટ (gujarat seaplane service) પર બેન્કો પાસેથી ઓછા વ્યાજની લોન લેશે. ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લી.(ગુજસેલ) દ્વારા (Gujarat State Aviation Infrastructure Company Ltd) ટેન્ડર બહાર પાડ્યું છે. આમ સ્ટેટ એવીએશનના રૂપિયા 280 કરોડ બજેટમાંથી પૈસા નહીં વપરાય અને છેલ્લા ત્રણ વર્ષથી સ્ટેટ એવીએશનનું બજેટ ઘટતું જઈ રહ્યું છે.

ચૂંટણી પહેલા દરખાસ્ત મંજૂર થઈ હતીબીજી તરફ એમ જાણવા મળે છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થઈ તે પહેલા પ્રવાસન અને નાગરિક ઉડ્ડયનપ્રધાન પૂર્ણેશ મોદી હતા, ત્યારે તેમના કાર્યકાળમાં જ લોન લઈને સી પ્લેન ચાલુ કરવાની દરખાસ્ત મંજૂર થઈ ગઈ હતી. હવે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થઈ છે, એટલે લોન માટે ટેન્ડર બહાર પડાયું છે.

આ કારણોસર સી પ્લેન બંધઅમદાવાદના સાબરતી રિવરફ્રન્ટથી (Sabarmati Riverfront) કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity Kevadia) જવા માટે સી પ્લેનની (gujarat seaplane service) શરૂઆત ઓકટોબર 2020માં કરાઈ હતી. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન (PM Modi Dream Project) કર્યું હતું અને ત્યારપછી પૂરતા પેસેન્જર ન મળતા અને સી પ્લેન વારંવાર મેઈન્ટેનસમાં જતું રહેતું હોવાથી સી પ્લેન બંધ કરવાની નોબત આવી હતી. અત્યાર સુધીમાં માત્ર 2000 મુસાફરો સી પ્લેનમાં બેસીને સ્ટેચ્યૂ ગયા છે.

સી પ્લેનના પ્રોજેક્ટને ચલાવવાનો ખર્ચ ઊંચો છેસી પ્લેન શરૂ થયું ત્યારે સ્પાઈસજેટે સી પ્લેનને માલદીવથી લાવી હતી અને તેના મેઈન્ટેન્સનો ખર્ચ વધ્યો અને ઓપરેટિંગ ફી પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા હતા. આમ સ્પાઈસજેટે સી પ્લેન પ્રોજેક્ટ (gujarat seaplane service) બંધ કર્યો હતો. આમ, ઊંચા ઓપરેટિંગ ખર્ચને કારણે કોઈ ઓપરેટર કંપનીએ રસ દાખવ્યો નથી. તેમજ કોઈ એજન્સી પણ મળી ન હતી. અંતે રાજ્ય સરકારે પોતે આ પ્રોજેક્ટને ચાલુ કરવા નિર્ણય લીધો છે.

નવું સી પ્લેન ખરીદાશેરાજ્ય સરકારે નવુ સી પ્લેન (gujarat seaplane service) ખરીદવા રસ દાખવ્યો છે અને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયાના સમાચાર મળી રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે કુલ બજેટ અને ખર્ચની દરખાસ્ત તૈયાર કરી લીધી છે.

મોદીનો બીજો ડ્રીમ પ્રોજેક્ટ બંધવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi Dream Project) ભાવનગરનો ઘોઘાથી દહેજ રો રો ફેરી સર્વિસ (ghogha ro ro ferry closed) પણ ચાલુ થયા પછી 2-3 વાર બંધ થયો હતો અને પછી ફરીથી ચાલુ થયો હતો અને હાલ તે બંધ હાલતમાં છે, પરંતુ સુરતના હજીરા રો રો ફેરી સર્વિસ હાલ ચાલી રહી છે. રો-રો ફેરીને સારો એવો પ્રતિસાદ સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને ભાવનગરવાસીઓનો મળી રહ્યો છે. લોકો આ સમુદ્રી પરિવહન સેવાનો સારો ફાયદો પણ મેળવી રહ્યા છે.

ઘોઘાથી હજીરા ફેરી સર્વિસને પ્રોત્સાહક પ્રતિસાદભાવનગરના ઘોઘાથી લઈને હજીરા સુરત સુધી ચાલતી આ રોરો ફેરી હાલમાં (ghogha ro ro ferry closed) છેલ્લા 8 મહિનાથી નિયમિત ચાલી રહી છે. જો કે શરૂઆતમાં 3થી 4 વખત ટેકનિકલ ખામીના કારણે બંધ પડી હતી. પરંતુ ત્યારબાદ છેલ્લા એક વર્ષમાં જોઈએ તો રોરો ફેરી સર્વિસ (ghogha ro ro ferry) નિયમિત ચાલી રહી છે.

સમય બચે છે જોકે, વચ્ચે 4થી 5 મહિના સુધી કંપનીએ બે જહાજ મુકતા લોકોને સારો એવો ફાયદો મળ્યો હતો. હાલમાં એક જહાજ મેન્ટેનન્સમાં હોવાને કારણે નવું લેવામાં આવેલું જહાજ નિયમિત સવાર અને સાંજ ફેરી કરી રહ્યું છે. સુરત માત્ર 3.30 કલાકમાં પહોંચી જવાય છે. 100 ટ્રક અને કાર સહિત બાઇક લઈને જતાં મુસાફરો એડવાન્સ બુકીંગ કરાવીને સેવાનો લાભ લઇ રહ્યા છે. જો કે ચોમાસામાં ભારે વરસાદ કે મોસમ ખરાબ હોઈ તેવા સમયમાં ફેરી બંધ રાખવામાં આવે છે.

ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનું બાળમરણદહેજ બંદરે ડ્રેજિંગની સમસ્યા નડી રહી છે. ડ્રેજિંગને કારણે પાણીની ડેપ્થ મળતી નથી અને જહાજ ચાલી શકે તેમ નથી. આથી આ રો રો ફેરી સર્વિસ (ghogha ro ro ferry) હાલ બંધ કરી દેવાઈ છે. દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગ સાથે જોડવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું, અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ પણ થયો હતો. 27 ઓકટોબર 2018ના રોજ પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. પણ ફેરી સર્વિસ 11 મહિનાના ટૂંકાગાળામાં બંધ કરવામાં આવી હતી. આ આ દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસનું બાળ મરણ થયું હતું. 23 સપ્ટેમ્બર, 2019થી આ ફેરી સર્વિસ બંધ છે. આ ફેરી સર્વિસ કયારે શરૂ થશે તે અંગે હજી કોઈ ચોક્કસ સમાચાર નથી.

ABOUT THE AUTHOR

...view details