ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Degree Controversy: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પર રીવ્યુ પિટિશન દાખલ કરી - Further Hearing On June 30

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલે ગુજરાત હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. હાઇકોર્ટે હુકમ જે કર્યો હતો તેમાં ક્ષતિ છે તેવી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. આ મામલે 30 જૂનના રોજ સુનાવણી થશે.

pm-modi-degree-controversy-delhi-chief-minister-arvind-kejriwals-lawyer-files-review-petition-on-gujarat-high-courts-decision
arvind-kejriwal-files-review-petition-in-hc-further-hearing-on-june-30

By

Published : Jun 9, 2023, 5:38 PM IST

Updated : Jun 9, 2023, 6:11 PM IST

દિલ્હીના સીએમ કેજરીવાલ તરફથી પિટિશન દાખલ કરનાર વકીલ

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો મુદ્દો ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટે 31 માર્ચ 2023 ના આ કેસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી ઉપર નહિ બતાવવાનો ચુકાદો આપીને કેસને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે હવે અરવિંદ કેજરીવાલના વકિલ દ્વારા ફરી એકવાર આ કેસને લઈને રીવ્યુ પિટિશન અરજી દાખલ કરવામાં આવી છે.

રિવ્યુ પિટિશન દાખલ:ગુજરાત હાઇકોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલના એડવોકેટ ઓમ કોટવાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આ ચુકાદા પર રીવ્યુ ફાઇલ કરી છે. આ રીવ્યુ પિટિશનના રજૂઆત કરવામાં આવી છે કે હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે જે ચુકાદો આપ્યો છે અને જે હુકમો કર્યા છે તે ક્ષતિપૂર્ણ છે. આ હુકમમાં રીવ્યુની જરૂરિયાત છે એવી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.

વધુ સુનાવણી 30 જૂનના રોજ:આ સાથે જ હુકમમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન છે તેવી માહિતી આપવામાં આવી હતી. પરંતુ ખરેખર મોદીની ડીગ્રી ઓનલાઇન ઉપલબ્ધ નથી. આ તમામ બાબતે સરખી રીતે રીવ્યુ કરવામાં આવે. આ સમગ્ર મામલે રજૂઆત બાદ હાઇકોર્ટે ગુજરાત યુનિવર્સિટી અને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સહિતના પક્ષકારોને નોટિસ કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 30 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર કેસ?:આ સમગ્ર કેસોની વિગતો જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે વર્ષ 2016 થી ગુજરાત હાઇકોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સામે ગુજરાત યુનિવર્સિટીનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવા બાબતે આ સમગ્ર કેસ ચાલી રહ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે 31 માર્ચ 2023 ના રોજ આ કેસમાં ચુકાદો આપ્યો હતો અને કેસને પૂર્ણવિરામ આપ્યું હતું. ફરિયાદીને મોદીની ડિગ્રી ન બતાવવાનું જણાવ્યું હતું. આ સાથે જ અરવિંદ કેજરીવાલને 25,000 નો દંડ કર્યો હતો અને ગુજરાત લીગલ સેલમાં જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો.

બદનક્ષીનો કેસ:અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ગુજરાતી યુનિવર્સિટીના છબી ખરડાઈ તેવા નિવેદનો આપવા બદનક્ષીનો કેસ કરવામાં આવી રહ્યો છે .જેમાં 13 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ તેમજ સંજય સિંહને ફરજિયાત પણે કોર્ટમાં હાજર રહેવા માટે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફરમાન કર્યું છે.

  1. PM Modi Degree Controversy: ગુજરાત યુનિવસિર્ટી માનહાનિ કેસ મામલો, CM કેજરીવાલ તેમજ સંજયસિંહને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા કોર્ટનો આદેશ
  2. Gujarat High Court: ધ્વનિ પ્રદૂષણ અને લાઉડ સ્પીકરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક અરજી, જીપીસીબીને નોટિસ
  3. Ahmedabad News: દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજીમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કર્યો મનુસ્મૃતિનો ઉલ્લેખ
Last Updated : Jun 9, 2023, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details