અમદાવાદ:રાજ્યમાં આગામી સમયમાં એટલે કે ડિસેમ્બરમાં ચૂંટણી (Assembly Election 2022 in Gujarat) આવી રહી છે. જેને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓને લઈ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે એવું લાગી રહ્યું છે. ત્યારે આ નવરાત્રીથી ગુજરાતમાં BJP પણ ઝંઝાવત પ્રચાર (BJP campaigning in Gujarat since Navratri) કરતી દેખાશે તેવું લાગી રહ્યું છે, નવરાત્રી શરૂ થતા ભાજપના કદાવર નેતા PM મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે (Prime Minister and Home Minister are also coming to Gujarat) આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે, જ્યારે પીએમ મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે.
નવરાત્રીમાં ચૂંટણીના શ્રીગણેશ, પીએમ મોદી અને અમિત શાહ આવશે ગુજરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને (Assembly Election 2022 in Gujarat) લઈ તમામ પક્ષ પ્રજાને રિઝવવાની કોશિશ કરી રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ (Prime Minister and Home Minister are also coming to Gujarat) ગુજરાત આવી રહ્યા છે, નવરાત્રીમાં બન્ને નેતાઓ ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પીએમ મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે.
વતનમાં વડાપ્રધાન: નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ગુજરાત પ્રવાસ (PM Modi's Gujarat tour) શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. આ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે, 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. આ સાથે તેઓ ઓક્ટોબરના ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે (PM visited Gujarat for three days in October) આવી રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબરે એમ ત્રણ દિવસ ગુજરાત આવશે. PM મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે. આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે. 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવવાના છે. આ ઉપરાંત પીએમ મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે છે.
પરિવાર સાથે પૂજા અર્ચના: પીએમ મોદી પહેલા ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આગામી 27 સપ્ટેમ્બર એટલે બીજા નોરતે ગુજરાત પ્રવાસે (Amit Shah will come to Gujarat) આવવાના છે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત (Account of 150 bed hospital in Kalol is overdue) કરવાના છે. નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રીમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પુજા અર્ચના કરે છે. આ વર્ષે પણ તેઓ પોતાના પરિવાર સાથે પૂજા અર્ચના કરવાના છે.