અમદાવાદવિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections 2022) ગણતરી દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓદ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે(modi visit in gujarat ) આવીને વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ કરી રહ્યા છે.આજરોજ અમદાવાદ ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદ ખાતે ગાંધીનગર મુંબઈ વંદે ભારત ટ્રેન અને અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનની લીલી ચંડી આપી હતી આ કાર્યક્રમમાં રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
હું આ જ સભામાં 20 મિનિટ વહેલો પહોંચ્યોનરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે આ 21 સદીમાં ભારત માટે અર્બન કનેક્ટિવિટી, આત્મનિર્ભર ભારત(Atmanirbhar Bharat Abhiyaan) માટે ખૂબ જ મોટો દિવસ છે. આજ ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂઆત થઈ છે. આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે જે અવાજ આવે છે તેનાથી 100 ગણો ઓછો અવાજ વંદે ભારતમાં (Vande Bharat Express )જોવા મળ્યો હતો. આજે ગાંધીનગરથીથલતેજ આવતા જે સમય જાય છે.તેનાથી ખૂબ જ ઓછો સમય ગયો હતો. મારા કાર્યક્રમ સમય મુજબ હું આ જ સભામાં 20 મિનિટ વહેલો પહોંચ્યો છું.
વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશેવંદે ભારત ટ્રેન અને મેટ્રોની (Ahmedabad Metro Rail Project )શરૂઆત થતા જ અમદાવાદથી સુરત વડોદરા અને મુંબઈ જેવા શહેરોને નવી ગતિ મળશે જેથી વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે તેવી જ રીતે દેશના અન્ય શહેરો પણ આધુનિક બનવા જોઈએ આગામી એક વર્ષમાં દેશના વધુ 75 સ્વદેશી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે