અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, "કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-3નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ આપણા પરમાણુ વૈજ્ઞાનિકોને અભિનંદન! આ સ્વદેશી રીતે રચાયેલા 700 મેગાવોટનું કેએપીપી-3 રિએક્ટર મેક ઇન ઇન્ડિયાનું એક ઝળહળતું ઉદાહરણ છે અને આવી ભવિષ્યની સિદ્ધિઓ માટે એક નવીન માર્ગદર્શક પથ બનશે!" વડાપ્રધાને આત્મનિર્ભર ભારત અભિયાન માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાને કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-3નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા - Prime Minister Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ-3નું સંચાલન પ્રસ્થાપિત કરવા બદલ ભારતના પરમાણુ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે.

અમદાવાદઃ
તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાને પણ ટ્વીટ કરીને વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે. અમિત શાહ ટ્વીટમાં લખે છે કે, ભારતના પરમાણુ ઇતિહાસમાં આ સૌથી મોટો દિવસ છે. જે સ્વદેશી રીતે ગુજરાતમાં 700 મેગાવોટનો કાકરાપાર અણુશક્તિ પ્લાન્ટ-3 સ્થાપિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર આ વિશિષ્ટ સિદ્ધી બદલ આપણા વૈજ્ઞાનિકોને સલામ કરે છે. વડાપ્રધાનના ન્યૂ ઈન્ડિયાને સાકાર કરવામાં આગળ વધી રહ્યા છીએ.