AMC દ્વારા 26 મેના દિવસે 'પ્લોગીંગ રન'નું આયોજન - AHD
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી તારીખ 26 મે 2019ના દિલસે પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના માર્ગો પર જોગીંગ કરતા કરતા શહેરીજનો કચરો ઉપાડશે અને સ્વચ્છતાનો સંદેશો આપશે. આ સંપૂર્ણ ફ્રી પ્લોગીંગ રનમાં વધુને વધુ લોકો જોડાય પોતાના અને શહેરના આરોગ્ય અને શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે તેવી પહેલ કરવામાં આવશે.
AMC
છેલ્લા કેટલાક સમયથી ભારતના શહેરોમાં જેવા કે બેંગ્લોર, હૈદરાબાદ તેમજ મુંબઈમાં આ પ્રકારની રન કરવામાં આવી હતી. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રવૃત્તિથી પ્રેરાઈને 42.1.com દ્વારા AMCના સહયોગથી 26 મેના રોજ પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવશે.