અમદાવાદ: હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ કરતા જણાવ્યું હતું કે, કોરોનાથી ગંભીર થયેલા દર્દીઓની સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે, 20મી માર્ચથી અત્યાર સુધીમાં 4597 ટોસિલિઝુમાબ ઇન્જેક્શન મંગવામાં આવ્યા છે, જેની સામે 2330 ઇન્જેક્શન મળ્યા છે.
Covid-19ના આંકડાનું ઓડિટ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી - રાજ્ય સરકાર આંકડામાં ફેરફાર
કોરોના મહામારીમાં રાજ્ય સરકાર આંકડામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મૃતકોની સંખ્યાનું સ્વતંત્ર ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસેથી ઓડિટ કરવામાં આવે એવી માગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.
કોરોના આંકડાનું ઓડિટ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી
હાલ 77 ટોસિલિઝુમાબ ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ ઇન્જેક્શનની માગ ખૂબ જ હોવાથી તેની કાળા-બજારી કરવામાં આવે છે અને બે આવા રેકેટ પકડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ટોસિલિઝુમાબ ઇન્જેક્શનને લઈને જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ઇન્જેક્શનની માહિતી અને તેની કિંમત નિયંત્રિત કરવાની માગ કરાઈ હતી.