અમદાવાદઃ કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સૌપ્રથમ વખત દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં ડોનર્સની સહમતિથી પ્લાઝમા મેળવીને ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જે બાદ દર્દીને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી. પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયા બાદ દર્દીની તબિયત સ્થિર છે.
અમદાવાદમાં પ્રથમવાર કરાયો પ્લાઝમા થેરાપીનો ઉપયોગ - કોવિડ ન્યૂઝ
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે, ત્યારે અમદાવાદ કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સૌપ્રથમ વખતે દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ સ્મૃતિ ઠક્કર તારા પ્લાઝમા થેરપી માટે બ્લડ ડોનેટ કરવામાં આવ્યો હતો અને તેના જ બ્લડથી બીજા લોકોને સ્વસ્થ કરવા માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાઇ રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, પ્રથમ દર્દી પર પ્લાઝમા થેરાપી સફળ રહ્યા બાદ હવે બીજા દર્દીને પણ પ્લાઝમા ટ્રાન્સમિશન માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજા દર્દી માટે પણ પ્લાઝમા ડોનર મળી ચૂક્યા છે. વિજય નેહરાએ કહ્યું કે એસવીપી હોસ્પિટલમાં દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. આઇસીએમઆર સાથે ચર્ચા બાદ સ્ટેડી સેન્ટર શરૂ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે.