અમદાવાદ: શહેરમાં કામ કરી રહેલા પોલીસકર્મીઓ પણ કોરોના વાઇરસમાં સપડાયા હતા. ત્યારે સાજા થયા બાદ પોલીસકર્મીઓ પરત પોતાના ફરજ પર ફર્યા છે. પોતાની જવાબદારી સમજીને કોરોના વાઇરસ માટે જે પ્લાઝ્મા ડોનેશનની પ્રક્રિયા હોય છે, તેમા પણ હિતેશ વાઘેલા નામના પોલીસકર્મીએ યોગદાન આપ્યું છે. હિતેશ વાઘેલા કોરોનાના ભોગ બન્યા હતા જે બાદ સાજા થતા તેમને પ્લાઝમા ડોનેશન કર્યું હતું.
અમદાવાદમાં કોરોના માટે પોલીસકર્મી પણ બન્યા પ્લાઝ્માં ડોનર - plasma donate
અમદાવાદમાં હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ તરીકે પોલીસકર્મીઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીએ કોરોનાના દર્દી માટે પ્લાઝ્મા ડોનેશન પણ કર્યું છે.
અમદાવાદમાં કોરોના માટે પોલીસકર્મી પણ બન્યા પ્લાઝ્મા ડોનર
પ્લાઝ્મા ડોનેશનની પ્રક્રિયાથી કોરોનાનું ઈલાજ થઈ શકે તેવી શક્યતા છે. હજુ સુધી આ મામલે કોઈ ચોકસાઈ મળી નથી.