ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં બની રહેલો બાયોડાઈવર્સીટી પાર્ક તૈયાર, 120 જેટલી વનસ્પતિના 7000 જેટલા વૃક્ષોનું વાવેતર - Horticulturist

રિવરફ્રન્ટ ખાતે એનઆઈડીની પાછળ 78 લાખમાં 20 હજાર ચોરસ મીટરમાં બાયોડાયવર્સિટી પાર્કનો ફેઝ-1 પૂરો થયો છે. 7 વર્ષ પહેલા આ પ્રોજેકટ શરૂ થયો, ત્યારે 35 પ્રજાતિના 7000 વૃક્ષ ઉછેરવામાં આવ્યા હતા. જ્યાં સુપરવિઝન વિઝિટ થશે અને હોર્ટિકલ્ચરીસ્ટ તે જગ્યા અને પર્યાવરણ સંબંધી તમામ માહિતી આપશે. આ સાથે આ પાર્કમાં રહેલા પ્રાણીસૃષ્ટિનો ખજાનો પણ લોકોને આકર્ષશે.

બાયોડાઈવર્સીટી પાર્ક
બાયોડાઈવર્સીટી પાર્ક

By

Published : Aug 2, 2020, 4:34 PM IST

અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે એનઆઈડીની પાછળ 78 લાખમાં 20 હજાર ચોરસ મીટરમાં બાયોડાયવર્સિટી પાર્કનો ફેઝ-1 પૂરો થયો છે. 7 વર્ષ પહેલા આ પ્રોજેકટ શરૂ થયો, ત્યારે 35 પ્રજાતિના 7000 વૃક્ષ ઉછેરવામાં આવ્યા હતા.

આ પાર્કની ખાસિયત એ છે કે, અહીં કાજુ, અંજીર સહિત લુપ્ત થતા રુદ્રાક્ષને પણ વાવવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પાર્કમાં ચકલી મોર પતંગિયા, કોયલ પોપટ સહિત 36 પ્રજાતિ હરિયાળી જોઇને અહીં આવી રહ્યા છે.

શહેરીજનોને જંંગલમાં ફરતા હોય તેવો અહેસાસ આ પાર્કમાં થશે. લોકોને ચાલવા ખાસ પગદંડી બનાવાઈ છે.અહીં આયુર્વેદિક એવા અરડૂસી, નાગોડ, સહિત આયુર્વેદિક રોપાનું વાવેતર કરવામાં આવી છે. કુલ 120 જેટલી વનસ્પતિના 7000 જેટલા વૃક્ષોનું વાવેતર હાલ કરવામાં આવ્યું છે.

રિવરફ્રન્ટ ખાતેનું આ બાયોડાવર્સિટી પાર્કમાં અમદાવાદમાં ક્યાય નહોય તેવા દુર્લભ ઝાડ માટે પણ લોકપ્રિય બન્યું છે. આ પાર્કમાં અંજીર, મહુડી,નાગોદ, રક્તચંદન, આદ્રોક અને ચારોડી જેવા દુર્લભ ઝાડ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ સ્થાન વાસ્તવિક સંપતિ તરીકે વિકસિત થઇ રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને ઓગસ્ટ મહિના બાદ અથવા તો દિવાળી પહેલા શરૂ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ પાર્કનું ઉદઘાટન સાથે પાર્કમાં એન્ટ્રી માટે કેટલો ચાર્જ આપવો પડશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના જનરલ મેનેજર આસિફભાઇ કહેવા પ્રમાણે આ પાર્ક માટે જ્યારે ઉદ્ઘાટન અથવા લોકાર્પણની તારીખ નક્કી કરવામાં આવશે તેની મિટિંગમાં ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે.

રિવરફ્રન્ટ ખાતેનું આ બાયોડાવર્સિટી પાર્ક એક શૈક્ષણિક સ્થળ બનશે. સિંગાપુરમાં એન્વાયરમેન્ટના નોલેજ માટે એક નોલેજ પાર્ક ઉભુ કરવામાં આવ્યું છે. તેમ ભવિષ્યમાં પણ આ જગ્યા એક નોલેજ પાર્ક બનશે. જ્યાં સુપરવિઝન વિઝિટ થશે અને હોર્ટિકલ્ચરીસ્ટ તે જગ્યા અને પર્યાવરણ સંબંધી તમામ માહિતી આપશે. આ સાથે આ પાર્કમાં રહેલા પ્રાણીસૃષ્ટિનો ખજાનો પણ લોકોને આકર્ષશે.

ABOUT THE AUTHOR

...view details