ગુજરાત

gujarat

ETV Bharat / state

Piya Behrupiya: અમદાવાદમાં "પિયા બહેરૂપિયાનો" અંતિમ શૉ યોજાયો, સતત 11 વર્ષથી અને એ જ કલાકારો સાથે ચાલતો શો આખરે કેમ બંધ કરવો પડ્યો ?

છેલ્લા 11 વર્ષથી ચાલતું "પિયા બહેરૂપિયા" નાટકનો છેલ્લો શો અમદાવાદમાં યોજાયો હતો. આ પહેલા પણ દેશ અને વિદેશની અંદર તેમને 270 જેટલા નાટકોના સ્ટેજ શૉ કર્યા છે. આ નાટકમાં 15 જેટલા કલાકારોએ સતત 11 વર્ષથી આ નાટક સાથે સંકળાયેલા હતા પરંતુ હવે આ કલાકારો ફિલ્મમાં કામ કરતા હોવાને કારણે સમય ન મળતા આખરે નાટક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

‘Piya Behrupiya’: અમદાવાદમાં "પિયા બહેરૂપિયાનો" અંતિમ શૉ, બંધ કરવા પાછળનું કારણ સ્પષ્ટ થયું
‘Piya Behrupiya’: અમદાવાદમાં "પિયા બહેરૂપિયાનો" અંતિમ શૉ, બંધ કરવા પાછળનું કારણ સ્પષ્ટ થયું

By

Published : Jul 31, 2023, 1:26 PM IST

અમદાવાદમાં "પિયા બહેરૂપિયાનો" અંતિમ શૉ, બંધ કરવા પાછળનું કારણ સ્પષ્ટ થયું

અમદાવાદ: નાટકની દુનિયામાં કેટલાક નાટક અમર બની જાય છે. જેમાં પિયા બહેરૂપિયા એ પૈકી એક છે. 11 વર્ષથી તાળીઓના ગડગડાટ વચ્ચે ગુંજતું નાટક હવે અંતિમ તબક્કે પુરૂ થઈ ગયું છે. એટલે કે, એનો છેલ્લો શો અમદાવાદમાં થયો હતો. ડ્રામા મ્યુઝિક અને કોમેડીનો ત્રિવેણી સંગમ છે આ નાટક. સૌથી સફળ નાટક પૈકીનું આ એક છે

15 જેટલા કલાકારોએ સતત 11 વર્ષથી આ નાટક સાથે સંકળાયેલા

દેશ વિદેશમાં યોજાયું નાટક:આ સૌથી સફળ નાટકોમાં એક નાટક કહી શકાય છે કારણ કે આ નાટક માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની અંદર પણ 270 જેટલા નાટકના શો કરવામાં આવ્યા છે. જેમાં ભારતમાં કલકત્તા, બેંગ્લોર, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, અમદાવાદ,વડોદરા, સુરત, બરેલી, કોચી, પાંડુચેરી ના અનેક શહેરોમાં નાટક શો યોજાયા છે. જ્યારે વિદેશમાં પણ અમેરિકા,કેનેડા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા ,દુબઈ , ચીલી, તાઇવાન જેવા શહેરોની અંદર આ નાટક યોજાયા છે. તમામ નાટકોમાં દર્શકોનો ફૂલ સપોર્ટ પણ મળ્યો છે. જેમાં ભારતમાં મુંબઈ અને દિલ્હીમાંથી સૌથી વધુ સપોર્ટ મળ્યો હતો આવા શહેરોમાં થિયેટરની ટિકિટ પણ બ્લેકમાં વહેંચાઈ હતી.

સમય ન મળતા આખરે નાટક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

" આ નાટક છેલ્લા 11 વર્ષથી દેશ અને વિદેશમાં ઉજવવામાં આવ્યું છે. આ નાટક સેક્સપિયરના 12મી રાત્રી પર આધારિત નાટક માં 15 જેટલા લોકો પોતાનો અભિનય આપી રહ્યા છે જેમાં ડ્રામા મ્યુઝિક કોમેડી સહિતનું મનોરંજન લોકોને પૂરું પાડે છે પરંતુ મને વાતની એ નવાઈ લાગે છે કે આ નાટક એવું તો શું હતું કે લોકો આ નાટક જોવા માટે લોકો 15-15 વખત અહીંયા આવતા હતા"-- અતુલ કુમાર (પિયા બહેરૂપિયા નાટકના ડાયરેક્ટર)

11 વર્ષની એક જ કલાકાર:સામાન્ય રીતે કોઈ એક નાટક 11 વર્ષ સુધી ચાલે તો તેના અભિનય કરતા કલાકારો બદલાતા હોય છે. પરંતુ આ નાટકની સૌથી મોટી ખાસિયત એ કહી શકાય કે તમામ કલાકારો સતત 11 વર્ષ સુધી આ નાટક સાથે સંકળાયેલા છે. હા સામાન્ય રીતે કોઈ કલાકાર બીમાર પડે તો એકાદ નાટકની અંદર પોતાનું પાત્ર ભજવી શક્યા નથી. પરંતુ મોટા ભાગના કલાકારો સતત 11 વર્ષ સુધી કામ કર્યું છે. આજે પણ જે 15 કલાકારો છે. તે પહેલા શોધી જોડાયેલા હતા તે જ કલાકારો આજે આ નાટકમાં જોડાયા છે. લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. પરંતુ આજે જ આ નાટકનો છેલ્લો શો હોવાથી ખૂબ જ દુઃખદ છે. પરંતુ પરિવર્તન પણ ખૂબ જ જરૂરી છે.

છેલ્લા વર્ષથી 11 વર્ષથી ચાલતું "પિયા બહેરૂપિયા" નાટકનો છેલ્લો અમદાવાદ યોજાયો

નાટક બંધ કરવાનું કારણ:બહેરૂપિયા સતત 11 વર્ષથી દેશ અને વિદેશમાં સફળ રહ્યું છે 270 જેટલા શું કર્યા બાદ આખરી અમદાવાદમાં તેનો છેલ્લો શો કરવામાં આવ્યો હતો. પરંતુ આ નાટકનો શો બંધ કરવાનું કારણ પણ સામે આવ્યું છે. કે અમુક કલાકાર હવે કંઈક નવું કરવા માંગે છે.અમુક કલાકાર ઓટીટી તેમજ ફિલ્મ કામ કરી રહ્યા છે. જેના કારણે પ્રેક્ટિસ અને નાટક માટે તારીખ મળી રહી નથી જેના કારણે એક નાટક કરવા માટે હવે એક વર્ષ જેટલી રાહ જોવી પડી રહી હતી સાથે જ આ નાટક એક એક શહેરમાં ઘણી બધી વખત સૌ યોજા હોવાથી લોકો કંટાળો પણ અનુભવી શકે તેવી સ્થિતી ઉભી થવાને કારણે પણ આ નાટકનો શો બંધ કરવાની ફરજ પડી છે.

વિશ્વની અંદર પણ 270 જેટલા નાટકના શો કરવામાં આવ્યા
  1. Pandit Shivkumar Sharma : જાણીતા સંતૂર વાદક પદ્મશ્રી પંડિત શિવકુમાર શર્માનું નિધન
  2. ચાલુ નાટકમાં થયું એવું કે લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા

ABOUT THE AUTHOR

...view details