અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જોકે શિક્ષણ વિભાગ દ્વારા ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષા યોજવાનો ઠરાવ પસાર કર્યો, જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરુદ્ધ પણ છે. હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાકાળ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે અને જો પરીક્ષા આપવા પાછા આવશે તો તેમને હાલાકીનો સામનો કરવો પડશે.
તમામ પરીક્ષા રદ કરવા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ - વિવિધ યુનિવર્સિટીઓ
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ યુનિવર્સિટીઓની સેમેસ્ટર સહિત ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષા યોજવાના મુદ્દે બહાર પાડવામાં આવેલા ઠરાવને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
તમામ પરીક્ષા રદ કરવા હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ
હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે અને જો વિદ્યાર્થીઓ ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષા આપવા માટે આવશે ત્યારે તેમને ચેપ લાગવાની શકયતા છે, માટે ઠરાવને રદ કરવામાં આવે. નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં યોજાનાર સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.