અમદાવાદરાજ્યની કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દો અત્યારે ગરમાઈ રહ્યો છે. તેને લઈને હવે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થવા પામી છે. અરજદારની રજૂઆત હતી કે, કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. તો આ સમગ્ર મામલે હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચોભાવનગરમાં દોઢ વર્ષ પહેલા માતા પુત્રની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
સરકારી વકીલની રજૂઆત બીજી તરફ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમ જ આવી શાળાઓની NOC પણ રદ કરવામાં આવશે એવું પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમ જ રાજ્યની 23 ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ વિરૂદ્ધ પગલાં લેવાયાની પણ હાઈકોર્ટને સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ જ ગુજરાતી ભાષાની ફરજિયાત ભણાવવા માટે કાયદો બનાવવાની જરૂરિયાત લાગતી નથી એવું પણ સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
CBSE સ્કૂલ ગુજરાતની ધરતી પર જ ચાલે છે ને?ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, તમે ગુજરાતી માધ્યમની સ્કૂલો ચલાવો છો પણ ગુજરાતી કેમ ભણાવતા નથી? ઈન્ટરનેશનલ બોર્ડ કે CBSE બોર્ડની સ્કૂલો ગુજરાતની ધરતી પર જ ચાલે છે ને? તો પછી તેમાં ભાષા ભણાવવાના નિયમોમાં ફેરફાર કેવી રીતે કરી શકે? ગુજરાતી ન ભણાવતી સ્કૂલોની NOC મંજૂર કરવા મામલે સરકારે યોગ્ય મિકેનિઝમ ગોઠવવું જોઈએ.